Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગેંગ રેપ વેળા કયા મુદ્દા ઉઠ્યા

મહિલાઓ હજુ પણ સલામત નહી હોવાનો મત : મોટા ભાગના માર્ગો પર વધારે સારી લાઇટિંગની સુવિધા

નવી દિલ્હી,તા. :  સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા  ગેંગરેપ કેસમાં દિલ્હીની એક અદાલતે આજે ચારેય અપરાધીઓને  મોતની સજા માટે ડેથ વોરંટ જારી કરી દેતા નરાધમોને ક્યારે ફાંસી અપાશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. પટિયાળા હાઉસ ોકર્ટે આજે લાંબી સુનાવણી કરી હતી. ત્યારબાદ ડેથ વોરંટ જારી કરતા દેશભરમાં આની ચર્ચા રહી હતી.

                  કોર્ટના ચુકાદા મુજબ ચારેય નરાધમોને હવે ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે સાત વાગે તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવનાર છે. આની સાથે સ્પષ્ટ થઇ ગયુ છે કે દોષિતોને આજતી ૧૪ દિવસ બાદ ફાંસી આપી દેવામાં આવનાર છે. ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ ઓછામાં ઓછા ૧૪ દિવસનો સમય આપવામાં આવે છે. ૧૪ દિવસના સમય ગાળા દરમિયાન ફાંસી માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે. નિર્ભયા કેસ દરમિયાન જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે.

*          દિલ્હી પોલીસમાં રહેલી ખાલી જગ્યાઓને તરત ભરવા અને પીસીઆર વાનની વ્યવસ્થા અસરકારક બનાવવા માટે રજૂઆત કરાઇ

*          પીસીઆર વાન દ્વારા પેટ્રોલિંગને નિયમિત કરવાની રજૂઆત કરાઇ હતી

*          પબ્લિક પ્રોસિક્યુટરની સંખ્યામાં વધારો કરવાની માંગ કરાઇ હતી

*          એડિશનલ ફોરેન્સિક લેબ સ્થાપિત કરવાની માંગ કરાઇ હતી

*          રેપમાં બચી ગયેલી યુવતિઓ અને મહિલાઓ માટે સિગલ વિન્ડો ડિસબર્સમેન્ટ સ્કીમની માંગ કરવામાં આવી

*          ટિનટેન્ડ ગ્લાસ ગાડીઓમાંથી તરત દુર કરવાની માંગ કરવામાં આવી

*          મોટા ભાગે ઓછા લોકો જ્યાં અવર જવર કરે છે ત્યા વધુ સીસીટીવી મુકવાની માગ કરાઇ

*          મોટા ભાગના માર્ગો પર વધારે સારી લાઇટિંગની સુવિધા

(7:33 pm IST)