Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પાકિસ્‍તાનમાં સોનાના એક તોલાનો ભાવ રૂ.૯૩ હજારને પારઃ સોના-ચાંદી બજારમાં ભાવમાં જબરો ઉછાળો

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવથી વૈશ્વિક બજારમાં પેદા થયેલી અનિશ્ચિતતા વચ્ચે પીળી ધાતુ સોનાના ભાવ આકાશને આંબી રહ્યાં છે. ખાડી વિસ્તારમાં સૈન્ય તણાવ પેદા થયા બાદ ભારતના વાયદા બજારમાં સતત બે દિવસમાં 1900 રૂપિયા પ્રતિ ગ્રામથી વધુ ઉછળ્યો. બજારમાં ભાવ 42000 પર પહોંચેલો જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ પાકિસ્તાનના સોનાચાંદી બજારમાં સોનાના જે ભાવ છે તે જાણીને તમે દંગ રહી જશો.

હાલ પાકિસ્તાનમાં પ્રતિ તોલા સોનાનો ભાવ 93000 રૂપિયાને પાર છે. પાકિસ્તાનમાં 6 જાન્યુઆરી 2020ના રોજ પ્રતિ તોલા સોનાનો ભાવ 93400 રૂપિયા હતો. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 80,075 રૂપિયા હતી.

પાકિસ્તાનના અલગ અલગ બજારમાં સોનાના ભાવ અલગ અલગ હોય છે. કરાચી, લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, ફેઝલાબાદ અને ક્વેટા સહિત વિભિન્ન શહેરોમાં ગત સોમવારે સોનાના ભાવ આ પ્રકારે હતાં.

(4:22 pm IST)