Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કાલે રાષ્ટ્રવ્યાપી કામદાર હડતાળઃ વિવિધ સેવા ખોરવાશે

૨૫ કરોડ કામદારો માડશે હડતાળ : બેંક, વીમા,ઉર્જા પોર્ટ સહિતના ક્ષેત્રોનાં કર્મચારીઓ હડતાળમાં સામેલ થવાના હોવાથી કામગીરી સંપૂર્ણ ખોરવાઈ જવાની સંભાવના છે

નવી દિલ્હી,તા. ૭: કેન્દ્ર સરકારની પ્રજાવિરોધી નીતિ સામે દેશભરના મજુર-ખેડૂત સંગઠનો એકમંચ પર આવ્યા છે અને આવતીકાલે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું હોવાથી વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અસર થવાની શકયતા છે. બેંક, વીમા,ઉર્જા પોર્ટ સહિતના ક્ષેત્રોનાં કર્મચારીઓ હડતાળમાં સામેલ થવાના હોવાથી કામગીરી સંપૂર્ણ ખોરવાઈ જવાની સંભાવના છે.

ઇન્ટુક, સીટી સેવા, એસવીએફ, એચએઆઈસી સહિતના વિવધિ કામદાર મંડળો તથા સંગઠનોએ ૮જ્રાક જાન્યુઆરીએ હડતાળ પાડવાનું એલાન ગત સપ્ટેમ્બરમાં આપ્યું હતું. કામદાર-વિરોધી પ્રજાવિરોધી તથા રાષ્ટ્ર વિરોધી સરકારી નીતિઓ સામે આ હડતાળ જાહેર કરવામાં આવી છે. અને તેમાં દેશભરમાં ૨૫ કરોડ કામદારો-કર્મચારીઓ જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે. દેશના ટોચના કામદાર સંગઠનોએ સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે હડતાળ રોકવા માટે શ્રમ મંત્રાલયે ગત બીજી જાન્યુઆરીએ બેઠક યોજી હતી પરંતુ એકપણ માંગ સ્વીકારી ન હતી. સરકારનો અભિગમકામદારોની વિરુધ્ધ છે. કાલની હડતાળમાં કેટલાંક વિદ્યાર્થી સંગઠનો તથા કેટલીક યુનિવર્સિટી પણ જોડાશે. ફી વધારા તથા શિ૭ણના વ્યાપારીકરણના મુદ્દે તેઓ હડતાળમાં સામેલ થશે.

કામદાર સંગઠનો દ્વારા જેએનયુમાં હિંસા તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તોફાનોના દ્યટનાક્રમને વખોડી કાઢવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની પડખે રહેવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત સરકારે ૨૦૧૫ પછી એકપણ શ્રમ-કામદાર અધિવેશન બોલાવ્યું ન હોવાની પણ ટીકા કરી છે. સરકારી એકમોના ખાનગીકરણ સામે પણ વિરોધ નોંધાવ્યો છે. સરકારે પણ એરપોર્ટ ખાનગી કંપનીઓને સોંપી દીધા છે. એર ઇન્ડીયા વેચવા કાઢ્યું છે, ભારત પેટ્રોલીયમનાં વેચાણનો નિર્ણય લીધો છે. બીએસએનએલ-એચટીએનએલનું મર્જર જાહેર કર્યું છે. કેટલાય કર્મચારીઓએ નિવૃતિ લેવાની અરજી કરી છે. રેલવેના ખાનગીકરણ તથા બેંકનો મર્જર સામે પણ વાંધો છે.

દેશના ૧૭૫ ખેડૂત-કૃષિ સંગઠનોએ પણ હડતાળને સમર્થન આપ્યું છે. ગ્રામ્ય ભાગો બંધ રાખવામાં આવશે અને ગામડાથી શહેરોમાં દૂધ સહિતની ચીજોનું પરિવહન રોકવાનું જાહેર કર્યું છે.

(4:21 pm IST)