Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

દિલ્હીમાં ધારાસભ્યની ઓફિસ બહાર ખુલ્લેઆમ બે રાઉન્ડ ફાયરિંગ : બેગ લૂંટીને લૂંટારુઓ ફરાર

લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં બદમાશોએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા આપના ધારાસભ્યની ઑફિસની બહાર બદમાશોએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. આ વીડિયો તિલક નગર વિસ્તારનો છે જ્યાં સોમવાર મોડી સાંજે લગભગ 8.50 વાગ્યે પોલીસને  જાણકારી મળી કે બદમાશો બેગ લૂંટીને ફરાર થઈ ગયા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહની ઑફિસની સાથે જ મની એક્સચેન્જની ઑફિસ છે. આ વ્યકિત તે ઑફિસમાં જ કામ કરે છે. તે સોમવાર મોડી સાંજે એક બેગ હાથમાં લઈને પસાર જતો સીસીટીવીમાં જોવા મળે છે. તે બેગને કારની ડેકીમાં મૂકીને ડ્રાઇવર સીટ પર બેસવા જાય છે. ત્યારે જ એક પછી એક 4 બદમાશો પિસ્તોલ સાથે ત્યાં પહોંચી જાય છે.

(1:28 pm IST)