Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

આવતી કાલે મોબાઇલ દુકાનદારોનું ભારત બંધ

મુંબઇ, તા.૭: ભારતમાં અત્યારે મોબાઇલના અંદાજે ૧ લાખ દુકાનદારો છે જેઓ આ વ્યવસાયમાં ચાલી રહેલી કેટલીક ગેરરીતિનો વિરોધ દર્શાવવા માટે આવતી કાલે દેશભરમાં તેમની દુકાનો બંધ રાખશે. આ જ દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશભરમાંથી પહોંચેલા ૨૫૦૦૦ જેટલા દુકાનદારો આ વ્યવસાયમાં તેમને થઈ રહેલી મુશ્કેલી બાબતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે.

આ આંદોલનના એક ભાગરૂપે ગઈ કાલે થાણેના ૧૨૦ દુકાનદારોએ ભેગા થઈને શાંતિ-પ્રદર્શન કર્યું હતું. આમાંના કેટલાક દુકાનદારો દિલ્હીમાં કરવામાં આવનારા આંદોલનમાં સામેલ થશે.

ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ અસોસિએશનની કોર કમિટીના સભ્ય અને થાણેમાં મોબાઇલની દુકાન ધરાવતા રાજુ છેડાએ કહ્યું હતું કે 'મોબાઇલના વ્યવસાયમાં ચાલતી કેટલીક ગેરરીતિ અને દુકાનદારોને થતી મુશ્કેલી બાબતે સરકાર સુધી અવાજ પહોંચાડવા આવતી કાલે દેશભરની અંદાજે ૧ લાખ મોબાઇલની દુકાનો બંધ રહેશે.

(1:14 pm IST)