Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ફરી ૭૩ રૂપિયાએ પહોંચી ગયો પેટ્રોલનો ભાવઃ ડીઝલ ૭૧.૯૮નું થયું

અમદાવાદ, તા.૭: પેટ્રોલ અને ડીઝલના રેટમાં છેલ્લા ૬ દિવસથી સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, અમેરિકા-ઈરાક વચ્ચેના ઝદ્યડાને આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં ૫ પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો જયારે ડીઝલની કિંમતમાં ૧૨ પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ ૭૩.૦૩ રૂપિયા પ્રતિ લીટરે જયારે ડીઝલ ૭૧.૯૮ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

ફરી ૭૩ રૂપિયાએ પહોંચી ગયો પેટ્રોલનો ભાવ, જાણો ડીઝલના રેટ

દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ આજે પેટ્રોલ ૫ પૈસા પ્રતિ લીટરે અને ડીઝલ ૧૧ પૈસા પ્રતિ લીટરે મોંદ્યું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ ૭૫.૭૪ રૂપિયા પ્રતિ લીટરે તો ડીઝલ ૬૮.૭૯ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. છેલ્લા ૬ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલમાં ૬૦ પૈસા ભાવ વધારો નોંધાયો છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં આજે ૫ પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે, જયારે ડીઝલની કિંમતમાં ૧૨ પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ મુંબઈમાં ૮૧.૩૩ રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ જયારે ૭૨.૧૪ રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે. હજી પણ થોડા દિવસો ભાવ વધારો યથાવત રહે તેવી આશંકા સેવાઈ રહી છે.

પશ્યિમ બંગાળના પાટનગર કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં ૫ પૈસા પ્રતિ લીટરે જયારે ડીઝલની કિંમતમાં ૧૧ પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ કોલકાતામાં આજે પેટ્રોલ ૮૮.૩૩ રૂપિયા પ્રતિ લીટરે જયારે ડીઝલ ૭૧.૧૫ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

(1:13 pm IST)