Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

આગામી 24 કલાકમાં દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી : ઠંડી પણ વધવાની શકયતા

તાપમાનનો પારો ગગડતાં આ તમામ વિસ્તારોમાં ઠંડી વધી શકે

નવી દિલ્હી : પાટનગર નવી દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ અને વરસાદના પગલે ઠંડી વધવાનો વર્તારો કરવામાં આવ્યો હતો.

સોમવારે મોડી સાંજથી જ દિલ્હી અને એનસીઆરમાં જોરદાર વરસાદ પડ્યો હતો. પરિણામે તાપમાનનો પારો ગગડ્યો હતો. હવામાન ખાતાએ આગામી ચોવીસ કલાકમાં પણ વરસાદ પડવાની આગાહી કરી હતી.

  દિલ્હી ઉપરાંત જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. તાપમાનનો પારો ગગડતાં આ તમામ વિસ્તારોમાં ઠંડી વધી શકે છે એમ હવામાન ખાતાએ કહ્યું હતું.

  સોમવારે કેટલાક પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઇ હતી. હવામાન ખાતાએ વધુમાં કહ્યું હતું કે બે દિવસ ઠેર ઠેર વાદળિયું વાતાવરણ રહેશે અને સૂર્યનો તડકો ઓછો અનુભવાશે. દિલ્હી વહીવટી તંત્રે તોળાઇ રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્રને સાબદું કર્યું હતું એવો દાવો એક સરકારી પ્રવક્તાએ કર્યો હતો.

(12:10 pm IST)