Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

JNU હિંસામાં સંઘનો હાથ : ફોન કરીને બોલાવી છતાં પોલીસ બે કલાક મોડી આવી : કામગીરી ઢીલી : વિદ્યાર્થીનીનો આરોપ

વિદ્યાર્થી સંઘની આઈશી ઘોષે કહ્યું કે સંઘની સાથે જોડાયેલા પ્રોફેસર્સ હિંસા ભડકાવવામાં સામેલ

નવી દિલ્હી : JNU હિંસામાં ઈજાગ્રસ્ત થયેલી આઈશી ઘોષે જણાવ્યું કે જે લોકો હુમલો કરી રહ્યા હતા તેઓ શોધી શોધીને મારી રહ્યા હતા. આ આખી ઘટનામાં JNUના તંત્ર, પોલીસ અને એબીવીપીની ભાગીદારી જોવા મળી રહી છે.

    દિલ્હીની JNUમાં થયેલી હિંસામાં હવે RSS પર અનેક આરોપ લગાવવામાં આવી રહ્યા છે. JNU વિદ્યાર્થી સંઘની આઈશી ઘોષે કહ્યું કે આરએસએસની સાથે જોડાયેલા પ્રોફેસર્સ હિંસા ભડકાવવામાં સામેલ હતા

  . વિશ્વવિદ્યાલય કેમ્પસમાં થયેલી મારપીટની ઘટનામાં આઈશી ઘોષ પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં 16 ટાંકા લેવાયા હતા. આઈશી ઘોષે કહ્યું કે આ ઘટનાને યોજના બાદ અંજામ આપવામાં આવ્યો છે

   આઈશી ઘોષે કહ્યું કે તે લોકો શોધી શોધીને હુમલો કરી રહ્યા હતા. આ કેસમાં જેએનયૂ તંત્ર, પોલીસ અને એબીવીપીની મિલિભગત સામે આવી છે. આ લોકોએ હિંસા રોકવા માટે કંઈ કર્યું નહીં. છેલ્લા 5-6 દિવસથી RSS સમર્થક પ્રોફેસર્સ અમારા આંદોલનને રોકવા માટે હિંસાને વધારી રહ્યા હતા. શું જેએનયુ તંત્ર કે પોલીસને પોતાની સુરક્ષા માનવું ખોટું છે? વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષે પણ પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે હુમલા સમયે ફોન કર્યાના 2 કલાક બાદ પોલીસ આવી હતી.

(12:09 pm IST)