Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઓશોએ મને કેન્સર મુકત કરી

પોતાના અસ્તિત્વ સાથે પરિચિત થવાની મારી શોધ મને ઓશો સુધી લઈ આવી. હું તેમના પુસ્તકો વાંચવા લાગી અને લાગ્યુ કે મારો તણાવ ગુમ થવા લાગ્યો છે પણ પછી મને થયુ કે ફકત પુસ્તકો વાંચવા જ પર્યાપ્ત નથી એટલે મેં ડાયનેમીક મેડીટેશન કરવાનું શરૂ કર્યુ.

એ મારા જીવનનું સૌથી મોટું અભિયાન સાબિત થયુ. એક તો આ મેડીટેશને મને શારીરિક રૂપે જાણે સાફ - સ્વચ્છ કરી તો બીજી તરફ હું કોઈપણ વિકટ પરિસ્થિતિમાં કેમ ન હોઉં, ગમે તેટલો તણાવ ભલે ને હોય પણ તેમાં શાંત રહેવા માટે સશકત બની ગઈ.

૨૦૦૯માં જયારે ડોકટરોએ જણાવ્યુ કે મને કેન્સર થયુ છે તો બધા સગા વ્હાલા દુઃખી અને નિરાશ થઈ ગયા. પણ ડાયનેમીક મેડીટેશને મને એટલી સશકત બનાવી હતી કે હું દરેક પરિસ્થિતિને ભેટ તરીકે ગણતી હતી. કેન્સરને પણ મેં જીવનમાં એક ઉપહારની જેમ લીધો. લીઝા રે (અભિનેત્રી)

(11:35 am IST)