Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

આવતીકાલે હડતાલ પર રહેશે કેન્દ્રીય કર્મચારી

ખાલી જગ્યા ભરવા અને જુની પેન્શન યોજનાને લાગુ કરવાની માંગ કર્મચારી અડગ

નવી દિલ્હી,તા.૭:ખાલી જગ્યા પર નિયુકિત કરવા અને જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ અંગે કેન્દ્રીય કર્મચારી ૮ જાન્યુઆરીએ રાષ્ટ્ર વ્યાપી હડતાલ કરવા જઈ રહયા છે. કેન્દ્રીય કર્મચારીઓની ટ્રેડ યુનિયનોનો દાવો છે કે તેમાં કેન્દ્ર સરકારના દરેક વિભાગોના કર્મચારી ભાગ લઇ રહ્યા છે. ઈનકમ ટેક્ષ, ઓડિટ એન્ડ એકાઉન્ટ, પોસ્ટલ, વિવિધ કેન્દ્રીય વિભાગના કર્મચારી પણ હડતાળમાં સામેલ થઇ રહયા છે. કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સના વાઇસ પ્રેસિડેન્ટ અશોક કુમાર કન્નૌઝીયાનું કહેવું છે કે કેન્દ્ર સરકારનું વલણ કેન્દ્રીય કર્મચારીઓ અંગે ખુબજ ભેદભાવ પૂર્ણ રહ્યું છે. કેન્દ્રીય અંદાજે ૬ લાખથી વધુ પદ ખાલી રહ્યા છે.

ચારેય બાજુ એ વાત કહેવામાં આવી રહી છ્ર કર માર્કેટમાં નવી નોકરીઓ નથી. એવામાં શું કેન્દ્ર સરકારનું આ નૈતિક કર્તવ્ય બને છે કે જે પદ ખાલી છે, તેને ભરવામાં આવે. તેનાથી જયાં કેન્દ્રીય વિભાગોમાં કામોમાં તેજીથી આવશે. ત્યાં લોકોને નોકરીઓ પણ મળી જશે.

(11:33 am IST)