Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જેએનયુ હિંસા બાબતે દિલ્હી પોલિસની તપાસ ચાલુઃ બે દિવસ વિતવા છતા કોઇની ધરપકડ નથી કરાઇ

દિલ્હી પોલિસની કામગીરી સામે પ્રશ્નાર્થ

નવી દિલહી તા. ૭ : દેશની રાજધાની દિલ્હીની સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાંની એક જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારે કેટલાક નકાબપોશ હુમલાખોરોએ તોડફોડ કરી, વિદ્યાર્થીઓ-ફેકલ્ટીને મારપીટ કરી હતી. આ ઘટનાને બે દિવસ થવા આવ્યા પણ દિલ્હી પોલિસ હજુ સુધી કોઇપણ ગુનેગારને પકડી નથી શકી સોશ્યલ મીડીયા પર હુમલાખોરાના વીડીયો ફરી રહ્યા છે. પણ પોલિસ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં ખચકાઇ રહી છે.

જામિયા યુનિવર્સિટીમાં જયારે નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શન દરમ્યાન હિંસા થઇ હતી ત્યારે દિલ્હી પોલિસ કોઇ પરવાનગી વગર કેમ્પસમાં ઘુસી હતી અને હવાલો એવો આપ્યો હતો કે કેમ્પસમાં બહારના ગુંડાઓ ઘુસી ગયા છે. પણ જયારે જેએનયુમાં ખુલ્લે આમ ગુંડાઓ ઘુસી ગયા હતા ત્યારે પોલિસ દેખાઇ જ નહોતી આ કારણે દિલ્હી પોલિસની કામગીરી સામે પ્રશ્નાર્થો ઉભા થઇ રહ્યા છે.

અત્યાર સુધીમાં આ કેસમાં ફરીયાદના આધારે પોલિસે એફઆઇઆર તો નોંધી છેપણ કોઇ નક્કર પગલા નથી લેવામાં આવ્યા પોલિસનું કહેવું છે. કે પ્રાથમીક તપાસમાં ચોખ્ખુ દેખાય છે. કે આ હિંસામાં બહારના તત્વોનો હાથ છે. આ હિંસાની કડી ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે સર્વર પર શરૂ થયેલા વિવાદથી ચાલુ થઇ હતી.  પોલિસનું કહેવું છે કે પાંચ જાન્યુઆરીએ પહેલા સાંજે પાંચ વાગ્યે અને પછી સાંજે સાત વાગ્યે તેમને કોલ આવ્યો હતો. અત્યારે પોલિસ દ્વારા સીસીટીવી કુટેજ ચેક કરાઇ રહ્યા છે.

જેએનયુમાં હિંસા બાબતે માનવ સંસાધન મંત્રાલયે રિપોર્ટ મંગાવ્યો હતો જેએનયુના ચીફ પ્રોકટર ધનંજયસિંહનું કહેવુ઼ છે. કે હિંસાની આ ઘટના નિદાનિય હતી. તેમણે મંત્રાલયના સચિવ સાથે મુલાકાત કરી છે અમારા તરફથી યુનિવર્સિટીનું વાતાવરણ સામાન્ય બનાવવાની કોશિષ થઇ રહી છે. ઉલ્લેખનિય છે કે આ હિંસામાં ત્રીસથી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. સોમવારે જેએનયુ સહિત દેશની ઘણી યુનિવર્સિટીઓમાં આ હિંસાની વિરૂદ્ધ પ્રદર્શનો યોજાયા હતા.

(11:30 am IST)