Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ACનું લઘુત્તમ તાપમાન હવેથી ૨૪ ડિગ્રીથી જ શરૂ થશે

વિશ્વમાં ભારત, જાપાન પછી બીજો દેશ બન્યો છે જેણે આ નિયમ લાગુ કર્યોઃ સરકારનો હેતુ આર્થિક ફાયદો અને પર્યાવરણમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્પાદનમાં ઘટાડો કરવાનોઃ BEEએ નિયમ બદલ્યા

નવી દિલ્હી, તા.૭:ઙ્ગકેન્દ્ર સરકારે એસીનું તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરવાનો નિર્ણય લીધો છે. બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સીએ આ અંગે નિર્દેશ જાહેર કર્યા છે.ઙ્ગ

હવે દેશમાં એસી બનાવતી કંપનીઓ એવા જ એસી બનાવી શકશે જેનું લદ્યુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીની જગ્યાએ ૨૪ ડિગ્રી નક્કી કરવામાં આવ્યું છે. હવે દેશમાં બધા જ પ્રકારના એકથી પાંચ સ્ટાર રેટિંગવાળા ઇન્વર્ટર અને સામાન્ય એસી ૨૪ ડિગ્રી પર શરુ થશે. આ મામલે સ્પ્લિટ એસીના નવા સ્ટાર્ડન્ડ ૩.૩૦થી ૫ અને વિન્ડો એસીના ૨.૭૦થી ૩.૫૦ વચ્ચે રહેશે. આ નિર્ણયથી સરકાર દર વર્ષે ૨૦ અરબ યૂનિટ વીજળી બચાવી શકશે. એસી ઉત્પાદનને લઇને આવેલા નવા નિયમની સમય મર્યાદા પહેલી જાન્યુઆરી ૨૦૨૧ સુધી નક્કી કરવામાં આવશે, બાકી તાપમાન હવે ડિફોલ્ટ સેટ કરવાનું રહેશે ૨૪ ડિગ્રી પર, આ નિયમ દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.ઙ્ગ

માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય પાછળ સરકારનો હેતુ આર્થિક ફાયદો અને પર્યાવરણમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્પાદનમાં દ્યટાડો કરવાનો છે. વિશ્વમાં ભારત, જાપાન પછી બીજો દેશ બન્યો છે જેણે આ નિયમ લાગુ કર્યો છે.ઙ્ગઆ નિયમ લગભગ બધી જ જગ્યાએ લાગુ કરવામાં આવશે, જેમાં એરપોર્ટ, હોટલ, શોપિંગ મોલ સહિત વાણિજય સંસ્થાનોનો સમાવેશ થશે. સરકારનું માનવું છે કે આ નિયમથી જનતાના સ્વાસ્થ પર પર સાનૂકુળ અસર પડશે, કારણ કે શરીરનું સામાન્ય તાપમાન ૩૬થી ૩૭ ડિગ્રી રહે છે, પરંતુ  ઘરો અને કાર્યાલયો, હોટલોમાં તાપમાન ૧૮થી ૨૧ ડિગ્રી રાખવામાં આવે છે. જે માનવ સ્વાસ્થને તકલીફ તો આપે જ છે, સાથે-સાથે સ્વાસ્થ પણ ખરાબ કરે છે.ઙ્ગ

નવા નિયમની જાહેરાત સાથે બીઇઇનું કહેવુ છે કે, વર્તમાન બજારની સ્થિતિ જોતા એસીને કારણે દેશમાં કુલ લોડ ૨૦૩૦ સુધી ૨ લાખ– મેગાવોટ થઇ જશે, જેમાં વધારાની સંભાવના છે. કારણ કે, હાલમાં દેશભરમાં માત્ર છ ટકા ઘરોમાં જ એસીનો ઉપયોગ કરવામાં આવે છે.ઙ્ગ

એક અનુમાન મુજબ અત્યારે લાગેલા એસીની ક્ષમતા આઠ કરોડ ટીઆર (ટન ઓફ રેફ્રિજરેટર) છે જે વધીને ૨૦૩૦ સુધી ૨૫ કરોડ ટીઆર થઇ જશે.(૨૩.૫)

(11:28 am IST)