Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

JNU બાદ હવે જાધવપુર યુનિવર્સિટીમાં ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ

કોલકાત્તા, તા.૭: દિલ્હીના જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી(JNU)કેમ્પસમાં રવિવારે થયેલા હિંસક હુમલાની અસર હવે કોલકાત્ત્।ાની જાધવપુર યુનિવર્સિટીમાં જોવા મલી રહી છે. JNUની ઘટના સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ધર્ષણ થયું. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને બીજેપીની રેલીની ટક્કરને ધ્યાનમાં રાખીને પોલીસે લાઠીચાર્જ કરી વિદ્યાર્થીઓને વિખેર્યા હતા.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં સોમવારે JNUમાં બનેલી ઘટનાના વિરોધમાં જાધવપુરના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન બીજેપીની રેલી પણ ત્યાંથી નીકળી રહી હતી. જાધવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રેલી અને બીજેપીની રેલી સામ સામે આવી ગઈ. આ દરમિયાન પથ્થરમારો થયો અને પોલીસના બેરિકેડ પણ તોડવામાં આવ્યા. સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ. પોલીસે સ્થિતિ સંભાળવા માટે લાઠીચાર્જ કરવો પડયો.

જાધવપુર યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને પોલીસકર્મી વચ્ચે કોલકાત્ત્।ામાં સુલેખા વળાંક પાસે દ્યર્ષણ થયું.આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત હતું. ડેપ્યુટી કમિશ્નર પણ સ્થળ પર હાજર હતા.

મુંબઈ-પુણે સહિત દેશના અનેક હિસ્સામાં મોટી સંખ્યામાં લોકો JNUમાં થયેલી હિંસાના વિરોધમાં રોડ પર ઉતર્યા છે. તમિનાડુની રાજધાની ચેન્નઈમાં સ્ટુડન્ટસ JNU હિંસા વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે. જયારે હૈદરાબાદની ૩ યુનિવર્સિટી સાથે યુપીની બીએચયૂ, ઈલાહાબાદ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

(10:23 am IST)