Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ચીન આર્મીની તિબેટમાં વિશાળ લશ્કરી કવાયત

સેનાએ ટાઇપ-૧૫, હળવા વજનની યુદ્ધ ટેન્ક અને નવી ૧૫૫ એમએમવાહનો પર રાખી શકાય તેવી તોપ વગેરે તૈનાત કર્યું

બેઇજિંગ:ચીની સેનાએ ભારતીય સરહદને અડીને આવેલા ઉંચાઈવાળા તિબેટીયન ક્ષેત્રમાં ભારે મોટી લશ્કરી કવાયત હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ ચીની સેનાએ તે સ્થળે ટાઇપ-૧૫, હળવા વજનની યુદ્ધ ટેન્ક અને નવી ૧૫૫ એમએમવાહનો પર રાખી શકાય તેવી તોપ વગેરે તૈનાત કર્યું છે.

   પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ) તિબેટ લશ્કરી કમાન્ડે ભારતીય સરહદને અડીને આવેલા ઉંચાઈવાળા તિબેટીયન ક્ષેત્રોમાં નવા વર્ષનો અભ્યાસ શરૂ કરી દીધો છે. તે અંતર્ગત પીએલએએ તિબેટની રાજધાની લ્હાસાથી શરૂ કરીને બોર્ડર ડિફેન્સ ફ્રન્ટ લાઈન સુધી હેલિકોપ્ટર, સશસ્ત્ર વાહનો, ભારે તોપખાના અને વિમાનોને પાડી શકે તેવી મિસાઇલો વગેરે તૈનાત કર્યું છે. ભારત અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા ૩,૪૮૮ કિમી લાંબી છે જે અરૂણાચલ પ્રદેશ અને સિÂક્કમની સરહદો સુધી ફેલાયેલી છે. પંરતુ ચીનના દાવા પ્રમાણે અરૂણાચલ પ્રદેશ એ દક્ષિણ તિબેટનો જ હિસ્સો છે.
   સરહદે તૈનાત કરવામાં આવેલી ટેન્ક અને તોપ બંનેને ગત વર્ષે પહેલી ઓક્ટોબરના રોજ રાષ્ટÙીય દિવસની સૈન્ય પરેડ વખતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તે બંનેને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં પણ વાપરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવેલા છે જેથી તે સરહદી વિસ્તારોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.
એક સૈન્ય નિષ્ણાંત તરફથી મળેલા અહેવાલ પ્રમાણે ટાઇપ-૧૫, હળવા વજનની યુદ્ધ ટેન્ક અને નવી ૧૫ એમએમ વાહનો પર રાખી શકાય તેવી તોપ આ બંને શક્તશાળી એન્જનથી સજ્જ છે જેથી તિબેટીયન ક્ષેત્રોમાં કુશળતાપૂર્વક યુદ્ધ અભ્યાસ કરી શકાય. તેમના કહેવા પ્રમાણે ભારે પ્રતિરોધક હથિયારોને ઓક્સજન રહિત સરહદી ક્ષેત્રો સુધી પહોંચાડવા અઘરા છે અને જા તેનું વજન હળવું હોય તો તે જરૂરી ફાયર પાવર નથી ધરાવતા હોતા.ટાઇપ-૧૫ ટેન્ક એ વિશ્વની એક માત્ર આધુનિક હળવા વજનની ટેન્ક છે જે ૧૦૫ મિલીમીટરની બંદૂક અને અત્યાધુનિક સેન્સરથી સજ્જ છે.

(12:45 am IST)