Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જેએનયુમાં હિંસા મામલે મળ્યા મહત્વના પુરાવા : સીસીટીવી ફુટેજની તપાસ શરુ

તમામ 34 ઘાયલોને હોસ્પિટલમાંથી રજા અપાઈ : લેફ્ટ-રાઈટ વિંગ વચ્ચે ઝઘડો વણસ્યો હતો : હિંસામાં બહારના લોકો પણ હોવાનો દાવો

 

નવી દિલ્હી : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે થયેલી હિંસા પર દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી . દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું કે મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચ પાસે છે, તમામ સીસીટીવી ફુટેજની તપાસ થઈ રહી છે. તેઓએ કહ્યું કે કેટલાંક પુરાવાઓ મળ્યાં છે જેની તપાસ થઈ રહી છે.

  રંધાવાએ કહ્યું કે પીસીઆર કોલ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સાથે તેઓએ કહ્યું કે તમામ 34 ઘાયલોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

 એમએસ રંધાવાએ કહ્યું પરિહાર હોસ્ટલમાં લેફ્ટ અને રાઈટ વિંગ વચ્ચે ઝઘડો થયો હતો જે વણસ્યો હતો. સાથે હિંસામાં કેટલાંક બહારના લોકો હતા તેવો પણ દાવો પોલીસે કર્યો હતો. રંધાવાએ કહ્યું કે સમગ્ર મામલાની તપાસ જોઈન્ટ સીપી શાલિની સિંહની અધ્યક્ષતામાં બનેલી કમિટી તપાસ કરી રહી છે.

(11:44 pm IST)