Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મંગળ સાથે ભાજપને સારો સબંધ : દિલ્હીની ચૂંટણી રાષ્ટ્રવાદ અને અરાજકતા વિરુદ્ધછે :મનોજ તિવારી

દિલ્હીની સરકારે પોતાના વાયદાઓ પૂરાં કર્યા નથી: પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઈ છે જ્યમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભા ચૂંણીની તારીખ જાહેર થતાંની સાથે જ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

   દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હી ચૂંટણીની સંપૂર્ણ લડાઈ વિકાસયુક્ત રાષ્ટ્રવાદ અને અરાજતા વચ્ચે છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે પરિણામ મંગળવારનાં રોજ આવશે  અને મંગળ સાથે ભાજપનો સારો સંબંધ છે.

 કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે દિલ્હીની સરકારે પોતાના વાયદાઓ પૂરાં કર્યા નથી. સાથે જ તેઓએ દાવો કર્યો કે આ ચૂંટણી વધુમાં વધુ ભાજપના ઉમેદવારો જીતશે અને તે પણ અનેક ગણા મતોથી.જાવડેકરે વધુમાં કહ્યું કે દિલ્હીની જનતા ભાજપને સત્તામાં લાવવાનું મન બનાવી ચુકી છે, ત્યાર દિલ્હીમાં હવે ટ્રિપલ એન્જિનની સરકાર બનશે. વિકાસમાં રોડા નાખનારાઓ સમાપ્ત થશે

(12:00 am IST)