Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નકલી સમન્સ અને છેતરપીંડી સામે ઇડીએ લોકોને સાવધાન કર્યા: એફઆરઆઇ નોંધી

આવા લોકો પૈસાની ઉઘરાણીના ઈરાદાથી કરી રહ્યા છે.

નવી દિલ્હી : ઇડીએ સેન્ટ્રલ એજન્સી અમલ નિયામક (ED)એ  લોકોને બનાવટી સમન્સ અને છેતરપિંડી કરનારાઓ સામે જાગૃત રહેવા જણાવ્યું હતું. એજન્સીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો લોકોને બનાવટી સમન્સ મોકલી રહ્યા છે. આ પ્રકારના લોકો પૈસા પડાવવાના ઈરાદા સાથે નિવેદન મુજબ આવા લોકો પૈસાની ઉઘરાણીના ઈરાદાથી કરી રહ્યા છે.

ઈડીએ કહ્યું કે, તેમને થોડા નકલી સંદેશાવ્યવહારની સૂચના મળી છે. જો કે, એજન્સીએ આ મામલે FRI પણ નોંધી છે. નિયામકે જણાવ્યું છે હતું કે, ED અધિકારી બનીને લોકોને નકલી સમન મોકલનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોને મળનારા સમન્સ અંગે સાવધ રહેવાની જરૂર છે.

એજન્સીએ કહ્યું કે, એક કેસમાં કોઈ વ્યક્તિને EDના અધિકારીક ઈમેઇલ આઈડી જેવો જ બનાવટી ઈમેઇલ આઈડીથી મેઈલ મોકલવા બદલ ધરપકડ કરી છે. એજન્સીએ આ પ્રકારની વસ્તુઓ સાથે વ્યવહાર કરવા માટે યોગ્ય પગલા ભર્યા છે અને આ પ્રકારની બાબતોનું પાલન કર્યું છે. જેથી અનિચ્છનીય લોકો આ વસ્તુનો લાભ લઈ શકે નહી.

(12:00 am IST)