Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અમેરિકામાં 15 ડિસેમ્બર 2019 ના રોજ GOPIO લોસ એંજલસ ચેપટરની મિટિંગ મળી : નવા હોદેદારોનો શપથવિધિ કરાયો : નવનિયુક્ત હોદેદારો 1 જાન્યુઆરી 2020 થી 2 વર્ષ સુધી હોદ્દો સંભાળશે

લોસ એંજલસ : તાજેતરમાં 15 ડિસેમ્બરના રોજ અમેરિકાના લોસ એંજલસમાં ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ચેપટરની  મિટિંગ મળી હતી જેમાં નવા હોદેદારોની શપથવિધિ કરાઈ હતી જેઓ 1 જાન્યુઆરી 2020 થી 2 વર્ષ સુધી હોદ્દો સંભાળશે.

નવનિયુક્ત હોદેદારોમાં શ્રી રાજેન્દર ધુના  પ્રેસિડન્ટ ,તથા સુશ્રી કાલિકા ગુપ્તા વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.સેક્રેટરી તરીકે સુશ્રી સોરૂબા રાની ,ટ્રેઝરર તરીકે સુશ્રી અપર્ણા હાંડે ,જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો.અસમથ નૂર ,તથા ચેર પર્સન તરીકે સુશ્રી અંજુ ગર્ગ ચૂંટાઈ આવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)