Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

શૂન્ય ડિગ્રી ઠંડી વચ્ચે પણ CNN ના સમર્થનમાં રેલી : અમેરિકાના શિકાગોમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે પણ 300 ઉપરાંત ભારતીયો રેલીમાં જોડાયા

શિકાગો : ભારતમાં તાજેતરમાં લાગુ કરાયેલા નાગરિકતા કાનૂનના સમર્થન માટે અમેરિકાના શિકાગોમાં રેલીનું આયોજન કરાયું હતું. રેલીના આયોજકોમાં શામેલ ઇન્ડિયન અમેરિકન ડો.ભારત બારાઈના જણાવ્યા મુજબ  હાડ થીજાવતી શૂન્ય ડિગ્રી ઠંડી વચ્ચે પણ આ રેલીમાં રંગીન બેનર અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ સાથે  300 ઉપરાંત ભારતીયો  જોડાયા હતા જેમાં હિન્દૂ ઉપરાંત શીખ ,પારસી ,ખ્રિસ્તી ,સહિતની કોમના લોકોનો સમાવેશ થતો હતો. જેઓએ CNN ના સમર્થનમાં નારા લગાવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:49 am IST)