Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

બાંગ્લાદેશના સૌપ્રથમ હિન્દૂ ચીફ જસ્ટિસ સુરેન્દ્રકુમાર સિંહા વિરુદ્ધ ધરપકડ વોરંટ : હાલ અમેરિકામાં સ્થાયી થયેલા 68 વર્ષીય શ્રી સિંહા સહીત 11 લોકો ઉપર કૌભાંડ આચરવાનો આરોપ

ઢાકા : હજુ થોડા સમય પહેલા જ પોતાની આત્મકથા લખી ચર્ચામાં આવેલા બાંગ્લાદેશના સૌપ્રથમ હિન્દૂ ચીફ જસ્ટિસ સુરેન્દ્રકુમાર સિંહા વિરુદ્ધ ધરપકડ  વોરંટ જારી કરાયું છે.તેમણે આત્મકથામાં બાંગ્લાદેશની હસીના સરકારની અવામી લીગ પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે.તેમણે લખેલી આત્મકથામાં પોતાને ધાક ધમકી આપી રાજીનામુ આપવા મજબુર કર્યા હતા તેમ પણ લખ્યું છે.

શ્રી સિંહા સહીત  કુલ 11 લોકો ઉપર બાંગ્લાદેશની કોર્ટએ કથિત ભ્રષ્ટાચાર મુદ્દે  ધરપકડ વોરંટ જારી કર્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:26 pm IST)