Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ECB બિલને મંજુર કરાવવા રાજ્યસભાનું સત્ર એક દિવસ વધારાયુ

કાલે લોકસભા સત્રમાં મંજુર કરાવ્યા બાદ રાજ્યસભામાં મંજુર કરાવવું પડશે

નવી દિલ્હી : નોકરી માટે સવર્ણ વર્ગને આર્થીક આધાર પર 10 ટકા અનામત આપવાની કેબિનેટની રજૂઆત બાદ સરકારે રાજ્યસભાનું એક દિવસનું સત્ર વધારી દીધું છે. મોદી સરકારની કેબિનેટમાં 10 ટકા EBCને મંજૂરી આપી દીધા બાદ કાલે લોકસભામાં બિલ રજૂ કરશે. બિલને લોકસભામાં મંજૂર કર્યા બાદ રાજ્યસભામાં પણ મંજૂર કરવું પડશે. ત્યારે લોકસભાનું સત્ર પણ આવતીકાલે છેલ્લો દિવસ છે. અને જો ગઈકાલે લોકસભામાં બિલ મંજૂર કરી દેવાયું તો પછી રાજ્યસભામાં બિલને સરકારે કોઈ રીતે મંજૂર કરવું પડશે.

    સરકાર પહેલા દિવસે કેબિનેટ, બીજા દિવસે લોકસભા અને ત્રીજા દિવસે રાજ્યસભામાં બિલને લઈ જવા માગે છે તે જોતા સરકાર કંઈક નવુ કરી શકે છે. અત્યાર સુધી પહેલા તબક્કામાં છે. જો કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ લોકસભામાં બિલ મંજૂરી માટે આપે તો પછી સરકાર માટે મુશ્કેલી પડી શકે છે. સાથે બિલ મંજૂર થયા બાદ પણ સુપ્રીમ કોર્ટના દરવાજે પણ બિલના વિરોધમાં જઈ શકાય છે.

(9:33 pm IST)