Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

શિવસેના એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર:ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના નિવેદન પર શિવસેનાનો આકરો પ્રતિભાવ

ભાજપને હિંદુત્વમાં વિશ્વાસ રાખનારની સાથે કામ કરવામાં રુચિ નથી :ઈવીએમ પર વધુ ભરોષો છે

 

મુંબઈ :લોકસભાની આગામી ચૂંટણી પહેલા શિવસેના અને ભાજપની વચ્ચે વાક્યુદ્ધ છેડાયું છે ભાજપ અધ્યક્ષ અમિત ભાઈ શાહના નિવેદન સામે શિવસેનાએ પલટવાર કર્યો છે

   શિવસેનાએ કહ્યું છે કે ચૂંટણી પહેલા ગઠબંધન પર ભાજપ અધ્યક્ષનું નિવેદન સ્પષ્ટ કરે છે કે તેમને હિન્દુત્વમાં વિશ્વાસ રાખનારા લોકોની સાથે કામ કરવામાં વધુ રૂચી નથી. ભાજપને ઇવીએમ પર વધારે ભરોસો છે. એટલા માટે શિવસેના એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે. શિવસેનાએ કહ્યું કે અમિતભાઈ  શાહનું નિવેદને તેમની અને તેમની પાર્ટીની વિચારધારા સામે લાવી દીધી છે.

(8:57 pm IST)