Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વડાપ્રધાન મોદીની બાયોપિકનો ફર્સ્ટ લુક જાહેર : મોદીના પાત્રમાં વિવેક ઓબેરૉય લાગ્યો દમદાર

ફિલ્મનું પોસ્ટર 23 અલગ-અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યું

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની બાયોપિકમાં પીએમ મોદી બનેલા વિવેક ઓબેરોયનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મને ઓમંગ કુમાર ડાયરેક્ટ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના લુકમાં વિવિકે ઓબેરોય દમદાર લાગી રહ્યો છે.

    ફિલ્મનું પોસ્ટર 23 અલગ-અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટાઇટલપીએમ નરેન્દ્ર મોદીરાખવામાં આવ્યું છે. વિવેક ઓબેરોયે વડાપ્રધાન મોદીના લુકને કૅરી કરવા માટે પોતાના લુક્સ અને બૉડીશેપ પર પહેલાથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

    એવું મનાય રહ્યું છે કે ફિલ્મનું શુટિંગ મિડ-જાન્યુઆરીથી શરૂ થઇ જશે અને શક્ય છે કે ફિલ્મ સામાન્ય ચૂંટણી પહેલા રિલિઝ કરી દેવામાં આવશે. ફેન્સ વડાપ્રધાન બનેલા વિવેક ઓબેરોયના લુકની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

(8:51 pm IST)