Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાફેલ પર રક્ષામંત્રી તદ્દન જુઠુ બોલ્યા : રાહુલ ગાંધી

દેશને રાફેલ અંગે ગુમરાહ કરવાનો સરકાર પર મુકયો આરોપ

નવી દિલ્હી તા. ૭ : કોંગ્રેસ રાહુલ ગાંધીનું રાફેલ ડિલ અંગે સરકાર પર એકવાર ફરી હુમલો કર્યો. રાહુલે કહ્યું કે, સંસદમાં રક્ષામંત્રી રાફેલ ડીલ અંગે તદ્દન ખોટું બોલ્યા. કોંગ્રેસ અધ્યક્ષે ચિર-પરિચિત ચોકીદાર કોમેન્ટ કરી અને કહ્યું પીએમ મારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર નથી. સમગ્ર દેશ સમજી ગયો છે કે ચોકીદારે ચોરી કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષે નિર્મળા સિતારમણના સામાન્ય પરિવેશમાં આવવા અંગે પણ હુમલો કર્યો. તેઓએ કહ્યું રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના મારા પ્રશ્નના જવાબમાં તેઓએ ડ્રામા કર્યો. પરંતુ હા કે ના માં જવાબ આપી શકયા નથી. તેઓ જણાવે કે, આ ડીલ પર ડિફેન્સ મિનિસ્ટ્રીમાં વરિષ્ઠ અધિકારીઓએ સવાલ ઉઠાવ્યા હતા કે નહી. તેઓ હા કે ના માં જવાબ આપે તેના જવાબમાં તેઓએ હું મિડલ કલાસમાંથી આવું છું... કહ્યું અને તેમાં પણ ખોટું બોલ્યા. એચએએલમાં બજેટ પર આપેલા રક્ષામંત્રીના નિવેદન પર પણ કોંગ્રેસ અધ્યક્ષે સવાલ ઉઠાવ્યા.(૨૧.૨૫)

(4:06 pm IST)