Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આજે પેટ્રોલ ર૧ પૈસા અને ડીઝલમાં ૧૮ પૈસા મોઘુ થયું

નવા વર્ષમાં પહેલીવાર પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે

નવીદિલ્હી,તા.૭:  નવા વર્ષમાં પહેલીવાર પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ૨૧ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો કર્યો છે. એટલું જ નહી આગામી સમયમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ શકે છે. ગ્લોબલ માર્કેટ ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે એવામાં પેટ્રોલના ભાવ ઝડપથી ઉપર જઇ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે.

આ વર્ષે એક જાન્યુઆરીના રોજ પેટ્રોલના ભાવમાં ૧૯ પૈસાનો ઘટાડો થયો હતો. બે ત્રણ જાન્યુઆરીના રોજ ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો, ચાર જાન્યુઆરીના રોજ ૨૧ પૈસા અને ૫ જાન્યુઆરીના રોજ ૧૫ પૈસા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું હતું. ત્યારબાદ છ જાન્યુઆરીના રોજ ભાવ સ્થિર રહ્યા. જ્યારે સોમવારે સાત જાન્યુઆરીના રોજ પહેલીવાર ભાવમાં વધારો થયો છે.

ગત એક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચનાર ક્રૂડ ઓઈલ હવે ફરીથી ૫૭ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. એવામાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલમાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ્ના ભાવમાં વધારો કરી શકે છે.

ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક ઉછાળો આવતાં ના ફક્ત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે, પરંતુ તેનું નુકસાન દેશની મેક્રો ઈકોનોમીને પણ થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની એક સ્ટડીમાં કહ્યું છે કે ડેફિસિટ વધી શકે છે. મોંઘવારી અને ફિસ્કલ ડેફિસિટના આંકડા પ્રભાવિત થઇ શકે છે અને આ બધાની અસર ગ્રોથ પર પડશે. શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો ૯૬.૯ પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત ૩૪ રૂપિયા પ્રતિ લીટર છે.

(4:02 pm IST)