Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

શ્રીનગરમાં માઇનસ ૭ ડીગ્રીઃ અભૂતપૂર્વ રોમાંચીત ઠંડી

ચિલ્લાઇ-કલાન એડવેન્ચર આળસ-ભય છોડી અચૂક કાશ્મીર આવો

શ્રીનગર, તા. ૭ : સાહસીક કાર્યને રોમાંચ (એડવેન્ચર) પણ કહે છે. એ બધા કામ જેનાથી આપણને ખુશી આનંદ ઉત્તેજના અને મજા લેવા માટે કરે તેને રોમાંચ (એડવેન્ચર) તેને જ એડવેન્ચર કહે છે.

એડવેન્ચરના ઘણા પ્રકાર છે. જેમકે સમુદ્રની અંદર સ્ક્રુબા ડ્રાઇવીંગ કરવું, સ્કાય ડ્રાઇવીંગ, સાહસીક યાત્રાઓ, પેરા ગ્લાઇડીંગ, રીવર રાફટીંગ, બંજી જેપીંગ, માઉન્ટેન બાઇકીંગ, પેરા ગ્લાઇડીંગ, બલુન ઉડાન, સ્કીઇંગ, ટ્રેકીંગ, નાઇટ ટ્રેકીંગ, ક્રેઝી જંપ વિગેરે અનેક પ્રકારના એડવેન્ચરો માટે વિશ્વ પ્રવાસી ડો. પુરૂષોતમ પીપરીયા જાણીતા છે. તેમની સાથે સંખ્યાબંધ એડવેન્ચરો પ્રવાસો ખેડનાર અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા ઘણી એડવેન્ચર ટુરના સાથી રહ્યા છે. આ બન્ને એડવેન્ચરોએ ભારત ભ્રમણ કરી અનેક સાહસિક-રોમાંચક યાદગાર પ્રવાસો ખેડયા છે.

છેલ્લે ગયા વર્ષે કાશ્મીરમાં સેલ્ફ કાર ડ્રાઇવીંગ એડવેન્ચર અને માઉન્ટન બાઇક એડવેન્ચર તેમજ રીવર રાફટીંગ એડવેન્ચર કરનાર કિરીટભાઇ ગણાત્રા અને ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ ત્યારે જ નક્કી કરેલ હતું કે કાશ્મીરમાં ૪૦ દિવસની અભૂતપૂર્વ ઠંડીનો સમય એટલે કે ચીલ્લાઇ કલાન  એડવેન્ચર માટે ૧ર થી ૧પ દિવસનો પ્રવાસ અચૂક કરવો.

ચીલ્લાઇ કલાન એડવેન્ચરની માહિતી અંગે ડો. પુરૂષોત્તમ પીપરીયાએ જણાવેલ હતું કે, કાશ્મીર ઘાટીમાં હીમવર્ષા માટેનો ૯૦ દિવસનો સમયગાળો હોય છે. આ તીવ્ર ઠંડીના દિવસો પૈકી ૨૧ ડિસેમ્બર થી ૩૧ જાન્યુઆરી સુધીના ૨૦ દિવસોની માણવા જેવી અદ્ભૂત ઠંડી અને હીમવર્ષાના તીવ્ર સંભાવનાવાળા સમયને ચીલ્લાઇ કલાન તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન કાશ્મીરની પહાડીઓ ઉપર માઇનસ ૧થી માઇનસ ૧૫ ડીગ્રીનું તાપમાન રહે છે. તેવી અતિ તીવ્ર કાતિલ ઠંડીમાં એડવેન્ચર કરવા માટે નિમિષભાઇ ગણાત્રાએ મહીન્દ્ર કંપનીની મોરાજો કાર પિતા કિરીટભાઇ ગણાત્રા માટે તાજેતરમાં ખરીદી હતી. તે કાર લઇને વહેલી સવારે ૩.૩૦ વાગ્યે સેલ્ફ કાર ડ્રાઇવીંગ એડવેન્ચર કરવા માટે કિરીટભાઇ ગણાત્રા સાથે વિશ્વ પ્રવાસી અને જાણીતા એડવેન્ચર ડો. પુરૂષોત્તમ પીપરીયા અને આર.સી.સી. બેંકના ઇન્ચાર્જ લોન ઓફિસર શૈલેષ પટેલ નીકળ્યા હતા. ૪૦ કલાક નોનસ્ટોપ મહિન્દ્રાની મોરાઝઝો કાર ડ્રાઇવ કરી શ્રીનગર પહોંચ્યા હતા.

૭૦ વર્ષના સુપર સીનીયર સીટીઝન કિરીટભાઇ ગણાત્રાએ એન્જીયોપ્લાસ્ટી બાયપાસ સર્જરી અને તાજેતરમાં વિશ્વ વિખ્યાત સર્જન ડો. તેજસભાઇ પટેલ પાસે એન્જીયોગ્રાફી કર્યા બાદ ચીલ્લાઇ કલાન અને સેલ્ફકાર ડ્રાઇવીંગ એડવેન્ચર માટે જવાની ગાંડપણ ભરી ઇચ્છા વ્યકત કરતા કાકા અજીતભાઇના ચહેરા ઉપર રાજીપો ન દેખાતા ડો. પુરૂષોત્તમ પીપરીયાએ અજીતભાઇને મળીને 'હું બેઠો છું ને' તેવું મજબૂત મનોબળથી જણાવતા અજીતકાકા એ કિરીટભાઇ ગણાત્રાને એડવેન્ચર કરવા માટે રાજીપો વ્યકત કર્યો. શાબ્દિક રાજીપા સાથે મંજુરી તો આપી પરંતુ તેઓ અંદરથી ચીન્તાતુર હોવા છતાં સુપ્રસિધ્ધ હાર્ટસર્જન ડો. તેજસભાઇ પટેલ અને સીનર્જી હોસ્પિટલના સુવિખ્યાત એમ.ડી. ડો. જયેશભાઇ ડોબરીયાએ અનુમતિ આપતા કિરીટભાઇની ઇચ્છાને માન આપી અંતરના અજંપા અને મોઢા ઉપરના હાસ્ય સાથે વિદાય આપી હતી.

જમ્મુમાં પ્રવેશતા સમાચાર મળ્યા કે કાશ્મીરનો માર્ગ ભેખડો ધસવાને કારણે દુરસ્ત કરી રહ્યા હોય બંધ કરવામાં આવેલ છે. તેમ છતાં શ્રીનગરની ગુજરાતીઓની પ્રિય હોટલ લતીફના માલીક લતીફચાચાએ શ્રીનગરથી તેમના બનેવી અરસાદને મોકલીને પ્રશાસનને યેનકેન પ્રકારે સમજાવીને અમોને જમ્મુથી શ્રીનગર તરફ જવા માટે મકબુલ ઉર્ફે મેકને સાથે મોકલી રવાના કર્યા. 

જમ્મુથી શ્રીનગર જતી વખતે રસ્તામાં ધુમેલથી ટીકરી વચ્ચે 'કલારી' નામની સ્થાનીક પરંપરાગત અને સ્વાદિષ્ટ વ્યંજન માત્ર ૧૫ કિલોમીટરના અંતરમાં બને છે. તે 'કલારી' વ્યંજનને માણવા માટે સ્થાનિક ઢાબા ઉપર અલ્પકાલીન વિરામ લઇ કલારી વ્યંજનને ભરપેટ માણી. આગળ વધતા નહેરૂ ટનલ પાસે જ હીમવર્ષાએ વર્ષી પડીને અમારૂ અદકેરૂ સ્વાગત કરતા માઇનસ તાપમાનમાં ચીલ્લાઇ કલાનનો આનંદ લેતા લેતા સાંજના ૭ વાગ્યે શ્રીનગર પહોંચ્યા હતા. રસ્તામાંથી 'અકિલાના ફેસબુક લાઇવ ન્યૂઝ' કિરીટભાઇએ બ્રોડકાસ્ટ કર્યા જે ૧ લાખ લોકોએ માણ્યા.

રાજકોટીયન માટે ખૂબ જ જાણીતું અને માનીતું શુધ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન પીરસતું શ્રીનગરમાં લતીફ ચાચાના લતીફ ગેસ્ટ હાઉસમાં અમારા સ્વાગતની પૂરજોશ તૈયારી રૂપે પાંચ કાશ્મીરી યુવકોની ટીમને રોડ ઉપર ઉભા રાખી અમારા સામાનને ગેસ્ટ હાઉસ લઇ જવા આદેશ કરી લતીફ ચાચાએ અમોને ભેટી પડી અગાઉથી હુંફાળા રાખેલ રૂમમાં દોરી ગયેલ ત્યારે કાતીલ ઠંડીને પણ ઠેક મુકીને ભાગવું પડયું હતું ૪૦ કલાકના પ્રવાસના અંતે અમો જયારે લતીફ ચાચાની  હોટલમાં પહોંચ્યા ત્યારે તેમના જોસીલા સત્કાર ભાવથી થાકને બદલે ઉર્જાનો સંચાર થયાનો અહેસાસ થતો હતો.

અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાએ રોજેરોજ બપોરે ૧ર.૪પ મીનીટે અકિલા લાઇવ ન્યુઝ આપવાની પરંપરાને જાળવી રાખતા પ્રથમ લાઇવ ન્યુઝ રાજસ્થાનના સિરોહી હાઇવે ઉપર ચાલુ ગાડીએ ત્યારબાદ પછીના દિવસે જમ્મુના ટીકરી ખાતેના ઢાબા ઉપર ત્યારબાદ 'દાલ લેઇક'ના કિનારે, ભીલવાડ રોડ ઉપર અને મોગલ ગાર્ડનના નસીમબાગ સહિતના વિસ્તારોમાં ફરીને લાઇવ ન્યુઝ આપ્યા હતાં. ત્યારબાદ અતિ સંવેદનશીલ શ્રીનગરના લાલ ચોક મુકામેથી પણ અકિલા લાઇવ ન્યુઝ આપેલ હતાં. ત્યાં સેંકડો લોકો કિરીટભાઇને ઘેરી વળેલ અને લાઇવ વાતચીત કરેલ.

લાઇવ ન્યુઝ આપ્યા પછી 'ડાલ સરોવર' પહોંચતા 'ડાલ સરોવર' થીજી ગયેલું જોવા મળતા આનંદીત પ્રફુલીત અને મંત્રમુગ્ધ થઇ ગયા હતાં. કાતીલ ઠંડીમાં પણ જોસ જુસ્સો અને ઉર્જાનો સંચાર થતા થીજી ગયેલા ડાલ  સરોવરને મન ભરીને માણ્યું હતું.

રવિવારની સવારે જેલમના ઉદ્ગમ સ્થાન વેરીનાગ મુકામે ચાલુ હીમવર્ષાએ પહોંચ્યા ત્યારે સુસવાટા મારતા પવન સાથે આછેરી હીમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો નીચે સરકીને માઇનસ ૩ ડીગ્રીએ પહોંચી ગયો હોવા છતાં ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી, કરતા કરતા અડધો કિલો મીટર જેટલું કયારે ચલાઇ ગયું તેની ખબર જ ના પડી ત્યાંથી રવાના થઇને હજારો વર્ષ જુનુ પ્રાચીન માર્ટન્ડ સૂર્ય મંદિરે પહોંચી ને સૂર્ય મંદિર સંકુલમાં આવેલ જરામાં રહેલ હજારો માછલીઓ માટે માછલી ફુડ લઇને સ્થાનીક બ્રાહ્મણોને શીખો સાથે કાશ્મીરી સમસ્યા બાબતે ચર્ચા વિચારોનું આદાન પ્રદાન કરેલ ત્યારે તેઓની વેદનાથી મન ભરાઇ ગયુ હતું તેમ છતાં તેઓ સાથે વિચાર ગોષ્ટી કરી સાંત્વના આપી પહેલગાંવ મુકામે જવા રવાના થયા હતાં.

પહેલગાંવથી ૮ કિલો મીટર દુર આવેલ બૈતાબ વેલી પહોંચ્યા ત્યારે તાપમાન ૦ થી ઉતરીને માઇનસ ૭ ડીગ્રીએ પહોંચી ગયુ હતું. ત્યારે સાંજના પાંચ વાગ્યાનો સમય થયો હતો. તેમ છતાં ગોઠણ સુધીના બરફની અંદર ખૂબ જ મજા કરી ફોટોગ્રાફી, વિડીયો ગ્રાફી કરી પરત પહેલગાંવ પહોંચી ગરમ ચાની ચુસકી લઇને પરત શ્રીનગર જવા રવાના થયા હતાં.

મિત્રો આ ચિલ્લાઇ કલાનના ૪૦ દિવસની ઠંડી માણવા મિત્રો-પરિવાર સાથે અચૂક શ્રીનગર-કાશ્મીરની મુલાકાત લેવા નિકળી પડો. જીવનભરનું સંભારણું બની રહેશે.

શ્રીનગર - કાશ્મીરમાં ત્રાસવાદનો ટુરિસ્ટો માટે કોઇ ભય નથી. જરૂર આવો... અહિંના લોકો ટુરિસ્ટોને જીવની જેમ સાચવે છે. અમે અત્યારે શ્રીનગર અને આસપાસ સતત ફરી રહ્યા છીએ. કિરીટભાઇ ગણાત્રા અહિંથી લાલ ચોક સહિતના વિસ્તારોમાંથી રોજેરોજ લાઇવ બ્રેકીંગ ન્યુઝ આપી રહ્યા છે. વિશેષ કંઇ પણ વિગતો માટે મારો સંપર્ક જરૂર કરી શકો છો.

-: આલેખન :-

પુરૂષોત્તમ પિપરીયા

રાજકોટ. મો. ૯૪૨૭૨ ૨૦૫૪૪

(શ્રી પિપરીયા રાજકોટની આરસીસી બેંકના સીઇઓ અને

વિશ્વ પ્રવાસી તથા દેશના ટોચના ફોટોગ્રાફર - વિડીઓગ્રાફર માહેના છે)

(2:07 pm IST)
  • મંગળવારે ઈંધણ ભાવમાં વધારો :પેટ્રોલમાં લિટરે 20 પૈસા અને ડીઝલમાં લિટરે 8 પૈસાનો વધારો ઝીક્યો ; છેલ્લા ત્રણેક દિવસથી ઇંધણના ભાવમાં રાહત બાદ અચાનક ભાવ વધારાયા :વાહન ચાલકોને માથે આવશે બોજ :વધ્યા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ access_time 1:21 am IST

  • એનઆરસી મામલે મંગળવારે આસામ બંધનું એલાન : વડાપ્રધાનની જાહેરાતથી આસામમાં માહોલ ધગયો :નાગરિકતા સંશોધન વિધેયક -2016ને લઇને સિલચર રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે કોઈપણ નાગરિક એનઆરસીથી બહાર રહેશે નહીં :અખિલ આસામ છાત્ર સંઘ અને અન્ય 30 જનજાતીય સંગઠનોએ 8મી જાન્યુઆરીએ આસામ બંધનું એલાન આપ્યું :નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન પણ બંધમાં જોડાશે access_time 12:49 am IST

  • કોંગ્રેસના નેતાએ નીતિન ગડકરીને પૂછ્યું શું આપ રાફેલ ડીલ મામલે રાહુલ ગાંધી સાથે સહમત છો ?: કોંગ્રેસ નેતા આશિષ દેશમુખે કહ્યું કે ગડકરીએ તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને પૂર્વ વડાપ્રધાન નહેરુ અને ઇન્દિરા ગાંધીના વખાણ તેની વિચારધારા અને નેતૃત્વના ગુણ માટે કરી છે ત્યારે હવે શું તેઓ રાફેલ મામલે રાહુલ ગાંધી સાથે સહમત થશે ખરા ? access_time 1:06 am IST