Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બુલા રહા હે કુંભ.. અમિતાભ બચ્ચને આગવા અંદાજમાં વિડિઓ દ્વારા આપ્યું કુંભનું આમંત્રણ

બિગ બી કહે છે કુંભમાં આસ્થા તો છે કે સાથે વિજ્ઞાન પણ છે.

ઉત્તર પ્રદેશમાં કુંભમેળાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. પ્રદેશ સરકાર અને રાજ્યના મંત્રી વિવિધ રાજ્યોમાં જઈને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આમંત્રણ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ વિડીયો દ્વારા દેશ-વિદેશના લોકોને કુંભના મેળાનું આમંત્રણ આપ્યું છે.

  ઉત્તર પ્રદેશ પર્યટન હેઠળ બુલા રહા હે કુંભ...હેઠળ ચાર વિડીયો શેર કરાયો છે જેમાં બીગ બી આ મેળા સાથે જોડાયેલી પોતાની યાદો અને તેનું મહત્વ કહી રહ્યા છે. બુલા રહા હે કુંભ..શીર્ષક હેઠળ બુલા રહા હે કુંભ.ના ચાર વિડીયો શેર કરવામાં આવ્યા છે.

 

 

 વિડીયોની શરૂઆત શંખનાદથી થાય છે. એક વિડીયોમાં બીગ બી કહી રહ્યા છે કે કુંભમાં આસ્થા તો છે કે સાથે વિજ્ઞાન પણ છે. આકાશમાં જયારે વિશેષ નક્ષત્ર મળે છે ત્યારે ધરતી પર કુંભ થાય છે. આ સમયે સંગમમાં સ્નાન કરવાથી તન-મનમાં નવી ઉર્જાનું સંચાર થાય છે. શરીરમાં પોઝીટીવ એનર્જીનો સંચય થાય છે.

  બીગ બીએ કહ્યું કે મારું તો બાળપણ જ પ્રયાગરાજમાં વીત્યું છે.સવારે ચાર વાગ્યે ઉઠીને અમે સંગમમાં સ્નાન કરવા માટે પહોચી જતા હતા.પુલ જોઇને અમે બધા વિચારતા હતા કે આટલા બધા લોકોનો ભાર કેવી રીતે ઉઠાવી લે છે. પરંતુ મોટા થયા પછી વિજ્ઞાન જાણતા થયા પછી ખબર પડી.સચેમાં અદ્ભુત છે કુંભ!

(12:38 pm IST)