Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાયબરેલી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હશે પ્રિયંકા ગાંધી !

તૈયારીઓ જોરશોરથી શરૂ : સક્રિય રાજનીતિમાં આવવાની અટકળો

લખનૌ તા. ૭ :  આ વર્ષે થનારી લોકસભા સીટ પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસની ઉમેદવાર હોઈ શકે છે. અહીંયા ક્ષેત્રમાં ચર્ચા છે કે સ્વાસ્થ્ય કારણોથી યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી ચૂંટણી લડશે નહી. એવામાં પ્રિયંકા ત્યાં હતી દાવેદાર હશે. તેની તૈયારીઓ પણ ક્ષેત્રમાં થઇ ચુકી છે. ત્યાંની તૈયારીઓ અને સંગઠિત ફેરબદલમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની સંમતિ લેવામાં આવશે. હાલમાં જ આઠ બ્લોક અઘ્યક્ષોને બદલવાની વાત કરવામાં આવી તો તેને પણ પ્રિયંકાના અપ્રુવલમાં નથી બદલવામાં આવ્યા.

અનેક વર્ષોથી પ્રિયંકા ગાંધી વાડ્રાના સક્રિય રાજનીતિમાં આવવાની ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના કપરા સમયમાં પ્રિયંકા ગાંધી ફકત ચૂંટણી જ નહીં લડે પરંતુ યુપીના ભાગમાં તે સક્રિય ભાગીદારી રાખશે.પ્રિયંકાના ચૂંટણી મેદાનમાં આવવાની વાતને એટલે પણ વેગ મળ્યો છે કારણકે ગઈ ચૂંટણી બાદથી સોનિયા ગાંધીની સક્રિયતામાં ભાફરે ઘટાડો જોવા મળ્યો છે. અન્ય ચૂંટણીમાં પણ તે જોવા મળ્યા નહી.(૨૧.૧૮)

 

(11:46 am IST)