Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસઃ ભોપાલમાં સવારે ૬ વાગે વિઝીબીલીટી શૂન્યઃ ફલાઈટનું લેન્ડીંગ ઠપ્પઃ દિલ્હીથી આવનારી ટ્રેન મોડી

ભોપાલઃ રવિવારે મધ્યરાત્રી બાદ મધ્યપ્રદેશમાં વાતાવરણ અચાનક પલટાય ગયુ હતુ. ઉત્તર, મધ્ય અને પશ્ચિમી મધ્યપ્રદેશના બધા જીલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાય ગયુ હતુ. આ દરમિયાન ભોપાલમાં સવારે ૬ વાગ્યે વિઝીબીલીટી શૂન્ય થઈ ગઈ હતી. ધુમ્મસની અસર ઉત્તર ભારતથી આવનાર ટ્રેન અને ફલાઈટો ઉપર પણ પડી હતી. દિલ્હીથી આવનારી મોટાભાગની ટ્રેન મોડી ચાલી રહી છે. ભોપાલ એરપોર્ટ ઉપર કેટલીયય ફલાઈટ લેન્ડ થઈ શકી ન હતી.

હવામાન વૈજ્ઞાનિક પીકે સાહના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના ગ્વાલીયર- ચંબલ સંભાગમાં તો આ પ્રકારનું હવામાન રહેવું સંભવિત હતુ પણ આ પ્રદેશના મધ્ય અને પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચી ગયેલ. આ કારણથી ભોપાલમાં ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. ભોપાલમાં સવારે ૬ વાગ્યે દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ હતી. વાતાવરણમાં ભેજની માત્રા વધી ગઈ હતી. સાથે જ પહાડી પ્રદેશમાં બરફવર્ષાના કારણે ધુમ્મસ છવાય ગયેલ. જેથી દિવસ અને રાત્રીના તાપમાનમાં ધરખમ ઘટાડો આવી શકે છે.

ભોપાલ શહેર સહિત એરપોર્ટ પર શૂન્ય વિઝીબીલીટીના કારણે કેટલીયય ફલાઈટ લેન્ડ થઈ શકી ન હતી. શનિવારથી શરૂ થયેલ ભોપાલ- હૈદ્રાબાદ એક કલાક સુધી હવામાં ચકકર લગાવ્યા બાદ સવારે ૯ વાગ્યે લેન્ડ થઈ શકી હતી. આવી જ રીતે દિલ્હી- મુંબઈથી આવતી ફલાઈટો પણ હવામાં ઘણા ચકકર લગાવ્યા બાદ એરપોર્ટ ઉપર ઉતરી શકી હતી.

છેલ્લા ૨૪ કલાકમાં મધ્યપ્રદેશમાં મંડલા અને બૈતૂલમાં સૌથી વધુ ૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ભોપાલમાં મીનીમમ તાપમાન ૬.૨ ડિગ્રી રહેલ. આ દરમિયાન સીધીમાં ૮.૪ અને મંડલામાં ૧ મીમી વરસાદ નોંધાયેલ.(૩૦.૫)

 

(11:44 am IST)