Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મહારાષ્ટ્ર્ના શિક્ષણમંત્રીએ કહ્યું ભણતર મોંઘુ લાગે તો તેને કામ શરુ કરવું જોઈએ : પ્રશ્નોત્તરીનો વિડીયો ડિલિટ કરાવ્યો

કોલેજમાં ફી અંગે પ્રશ્ન પૂછવો વિદ્યાર્થીને ભારે પડ્યો :મંત્રીએ ધરપકડ કરવા આદેશ આપ્યો

મુંબઈ :મહારાષ્ટ્ર્ના શિક્ષણ મંત્રીએ ફી અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં વિદ્યાર્થીને કહ્યું કે ખર્ચના કારણે ભણી ના શકાય તો તેમને કામ કરવાનું શરુ કરવું જોઈએ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેને સવાલ પૂછવો અમરાવતીની એક યુનિવર્સિટીના વિદ્યાર્થીને મોંઘો પડી ગયો. વિદ્યાર્થીના પ્રશ્નોથી નારાજ થઈને મંત્રીએ તેને ધરપકડ કરવા માટે આદેશ આપ્યો હતો કૉલેજમાં પ્રશ્ન-જવાબનો દોર ચાલતો હતો ત્યારે  વિદ્યાર્થીએ તેમને કોલેજની ફીસ અંગે પ્રશ્નો પૂછ્યા હતા .

   કૉલેજના વિદ્યાર્થીઓ કહે છે કે તે વિદ્યાર્થીએ વિનોદ તાવડેને પૂછ્યું છે કે રોજના ઉચ્ચ શિક્ષણ ખર્ચમાં વધારો થાય છે એવામાં શું સરકાર ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપશે ખરૂ? ત્યાં હાજર વિદ્યાર્થીઓ કહે છે કે આ પ્રશ્ન પર મંત્રીજી ભડકી ગયી. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જો વધતા જતા ખર્ચના કારણે વિદ્યાર્થી ભણી ન શકતા હોય તો તેમને કામ કરવાનું શરૂ કરવું જોઈએ.

   યુનિવર્સિટી કહે છે કે આ પ્રશ્નનનો જવાબ આપ્યાં પછી તાવડે વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે તરત જ આ જવાબના વિડિયોને કાઢી નાખવા માટે કહ્યું અને ડિલિટ કરી નાખવા કહ્યું. તેની સાથે જ પોલીસને કહ્યું કે તે છોકરાને ગિરફ્તાર કરી લે. ઘટના પછી રાજકીય વિવાદ ઊભો થયો હતો.

  યુવા સેનાના મુખિયા આદિત્ય ઠાકેરે આ ઘટનાને લઈને ટ્વિટ કરી હતી.આદિત્યએ ટ્વીટમાં લખ્યું કે ‘દરેક વિદ્યાર્થીને આ વાંચવું જોઈએ.’ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ પોલીસને વિદ્યાર્થીને ધરપકડ કરવાનો આદેશ આપ્યો. શા માટે? કારણ કે તે એક ઇન્ટરેક્શનમાં વાત કરતો હતો. મહેરબાની કરીને કોઈ મુશ્કેલ પ્રશ્ન ન પૂછે. તેઓ ઇચ્છે છે કે યુવા માત્ર તેમના ચૂંટણી બૂથ પર જાય. પરંતુ શિક્ષણ અને નોકરીને સંબંધિત કોઈ પ્રશ્ન ન પુછે ‘

(12:00 am IST)