Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મ્યુચ્યુઅલ ફંડમાં ૨૦૧૮માં ૧.૨૪ લાખ કરોડ ઉમેરાયા

ઉથલપાથલ છતાં રિટેલ મૂડીરોકાણકારો સક્રિય થયા : સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ મારફતે રોકાણ વધી શકે

નવી દિલ્હી, તા. ૬ : શેરબજારમાં ઉથલપાથલની સ્થિતિ છતાં રિટેલ મૂડીરોકાણકારોની સક્રિય ભાગીદારી અને એસઆઈપી પ્રવાહમાં સતત વધારો થવાના પરિણામ સ્વરુપે વર્ષ ૨૦૧૮માં મ્યુચ્યુઅલ ફંડમાં ૧.૨૪ લાખ કરોડ રૂપિયા ઉમેરાઈ ગયા છે. ડિસેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં  ઇન્ડસ્ટ્રીના એવીએમમાં ૫.૫૪ ટકા સુધીનો વધારો થયો છે અથવા તો  ૧.૨૪ લાખ કરોડ રૂપિયા ઉમેરાઈ ગયા છે જેથી આંકડો વધીને ૨૩.૬૧ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ડિસેમ્બર ૨૦૧૭ના અંત સુધીમાં આ આંકડો ૨૨.૩૭ લાખ કરોડનો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા પાસે ઉપલબ્ધ નવેસરના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં ઇન્ડસ્ટ્રીના એયુએમમાં સતત છઠ્ઠા વર્ષે વધારો થયો છે. અગાઉના બે વર્ષોમાં ઘટાડો થયા બાદ સતત છ વર્ષોમાં તેમાં વધારો થયો છે. ૨૦૧૮માં સંપત્તિ કદ માટે ઉલ્લેખનીય ઘટાડો રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા જાણકાર લોકોનું કહેવું છે કે, શેરબજારમાં ભારે ઉથલપાથલની સ્થિતિ રહી હોવા છતાં રિટેલ મુડીરોકાણકારો સક્રિયરીતે મ્યુચ્યુઅલ ફંડમાં સામેલ રહ્યા છે જેના લીધે તેના કદમાં ઉલ્લેખનીય વધારો થયો છે. માર્કેટ રેગ્યુલેટર દ્વારા મૂડીરોકાણકારોને કેટલીક રાહતો પણ આપવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ ઝુંબેશની અસર પણ બજાર ઉપર જોવા મળી છે. ફંડ હાઉસ માને છે કે, આ પ્રવાહમાં ૨૦૧૯માં પણ જારી રહી શકે છે. સિસ્ટેમેટિક મૂડીરોકાણ પ્લાન મારફતે આ પ્રવાહ જારી રહે તેવા સંકેત મળી રહ્યા છે. ભૌગોલિક પરિસ્થિતિ અને ટેકનોલોજીના પરિણામ સ્વરુપે પણ અસર જોવા મળી રહી છે. આવનાર દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ ઉપર આની અસર દેખાશે અને સંપત્તિના કદમાં વધારો થશે. મ્યુચ્યુઅલ ફંડની સાથે સાથે શેરબજારમાં પણ સ્થિતિ સુધારવાના સંકેત દેખાઈ રહ્યા છે.

(12:00 am IST)