Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

દેશની સુરક્ષા ભાજપ સરકારની મોટી પ્રાથમિકતા :અમિતભાઇ શાહ

કોંગ્રેસ અધ્યક્ષના પરિવારનો ગોટાળાનો ઇતિહાસ છે :રાફેલ મામલે કોંગ્રેસ ખોટા આરોપ લગાવે છે

સેલવાસમાં સભા સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે જણવ્યું હતું કે મોદી સરકારે સાડા ચાર વર્ષમાં દેશના દરેક ક્ષેત્ર માટે કામ કર્યું છે. સરકારે દેશના પચાસ કરોડ લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા આપી છે ભાજપની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા ભારતની સુરક્ષા છે અને તેના પછી ભાજપ માટે ચૂંટણી જીતવાની વાત આવે છે. કોંગ્રેસ એક પછી એક ગોટાળાની વાત કરીને સરકાર પર ખોટા આરોપ લગાવી રહી છે.

    અમિતભાઇ શાહે કહ્યું કે બાર લાખ કરોડ રૂપિયાના કોંગ્રેસ પાર્ટીએ ગોટાળા કર્યા છે અને આ કોંગ્રેસ આજે પીએમ મોદી પર આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષના પરિવારનો ગોટાળાનો ઈતિહાસ રહ્યો છે. પીએમ મોદીના કપડા પર એકપણ ડાઘ નથી અને દેશની જનતાને તેમના ઉપર વિશ્વાસ છે

  અમિતભાઇ શાહે કહ્યુ છે કે રફાલ સોદામાં ચાર આની ભાર ગોટાળો થયો નથી. કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે અને દેશના સંરક્ષણ પ્રધાને દેશની સંસદમાં કોંગ્રેસના તમામ આરોપોને ખોટા સાબિત કરી દીધા છે.

(12:00 am IST)