Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સોનાનો ભાવ સાત મહિનાની ટોચથી પટકાયો :ઊંચા મથાળેથી ઘટયા

ઊંચામાં માંગ ઘટતા વેચવાલીનો દોર :રોકાણકારો શેરબજાર તરફ પાછા ફર્યાની ચર્ચા

રાજકોટ :સોનાના ભાવમાં ઉંચા મથાળેથી ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચામાં જે સાત મહિનાની ટોચે ૧૩૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા તે ઝડપી ગબડયા હહે  ઝવેરીબજારમાં સોનામાં ઉંચે નવી માગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું.

  વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના જે ઉંચામાં ૧૩૦૦ ડોલર નજીક પહોંચ્યા બાદ ઘટી સપ્તાહના અંતે ૧૨૮૪.૫૦થી ૧૨૮૫ ડોલર રહ્યા હતા અમેરિકામાં જોબગ્રોથના આંકડા સારા આવ્યા છે અને તેના પગલે વિશ્વ બજારમાં ડોલરના ભાવ ઉંચા જતાં તથા ડોલર સામે જાપાનની કરન્સી યેનના ભાવ વધતા અટકી ઘટાડા પર રહેતાં વિશ્વબજારમાં સોનામાં ઉછાળે હેજ ફંડોની વેચવાલી વધ્યાના નિર્દેશો હતા.

(7:48 pm IST)