Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2023

સુખદેવસિંહ હત્યાકાંડના ગુજરાતમાં પડઘા :ઠેર- ઠેર કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

રાજપૂત સમાજના આગેવાન સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો પણ ધરણા પર બેઠા :દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સજ્જડ બંધ: વેપારીઓએ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યુ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈને રાજપૂત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજપૂત સમાજના લોકો માગ સાથે મેટ્રોમાસ હોસ્પિટલ સામે પ્રદર્શન પર બેઠા છે. રાજપૂત સમાજના આગેવાન સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો પણ ધરણા પર બેઠા છે. રાજસ્થાન બંધના એલાનને વેપારીઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું .

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠા જિલ્લામાં પણ પડ્યા હતા. ગોગામેડીની હત્યાના વિરોધમાં દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સજ્જડ બંધ રહ્યુ હતુ. વેપારીઓએ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. રાજપૂત સમાજના લોકો અને વેપારીઓએ રેલી યોજી ગોગામેડીની હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા અથવા જાહેરમાં એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી.

   સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે કરણી સેના મેદાને આવી છે. વડોદરા કરણીસેના દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ હત્યારાને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કણીસેના સહિત વિવિધ સંગઠનો દ્વારા પણ આવેદનપત્ર અપાયું હતું.
   રાજસ્થામાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષની હત્યાનાં પડઘા ગુજરાતમાં પણ પડવા પામ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે વિરોધ કર્યો હતો. ત્યારે કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશાબા વાઘેલાનું નિવેદન આજે દેશનાં ક્ષત્રિય સમાજનાં હકની લડાઈ છે. સુખદેવસિંહે કહ્યું હતું કે, મારી હત્યા થઈ જશે. રાજસ્થાન સરકારે સુખદેવસિંહને પ્રોટેક્શન પૂરુ ન પાડ્યું.

(8:04 pm IST)