Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2023

દિલ્હીની શાળાઓમાં શિયાળાની રજાઓ ઘટી, હવે વેકેશન 15 જાન્યુઆરીને બદલે 6 તારીખે સમાપ્ત :એડવાઈઝરી જારી

1 થી 6 જાન્યુઆરી 2024 સુધી દિલ્હીની શાળાઓમાં શિયાળુ વેકેશન રહેશે.

નવી દિલ્હી : ડિસેમ્બર મહિનો શરૂ થવા છતાં દેશની રાજધાની દિલ્હીમાં હજુ સુધી તીવ્ર ઠંડી પડી નથી. પરંતુ દિલ્હી સરકાર દ્વારા શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 

દિલ્હી સરકારના શિક્ષણ વિભાગે બુધવારે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 1 થી 6 જાન્યુઆરી 2024 સુધી દિલ્હીની શાળાઓમાં શિયાળુ વેકેશન રહેશે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિયાળાની રજાઓ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી, 2024 સુધી શાળાઓ બંધ રહેશે.

 

(7:25 pm IST)