Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2023

હોન્ડુરાસમાં પુલ પરથી બસ પટકાતાં ૧૨ લોકોનાં મોત

આફ્રિકન દેશ હોન્ડુરાસમાં ગંભીર માર્ગ અકસ્મદ્ભડ્ડ ઃ બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ, ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી, બસમાં ૬૦ લોકો સવાર હતા

તેગુસીગાલ્પા(હોન્ડુરાસ), તા.૬ ઃ આફ્રિકન દેશ હોન્ડુરાસમાં સર્જાયેલી એક બસ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે અને બીજા બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ દુર્ઘટના મંગળવારે પાંચ ડિસેમ્બરે સર્જાઈ હતી.

આ બસ હાઈવે પરથી પસાર થઈ રહી અને તે વખતે અચાનક જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ  પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી. બસમાં ૬૦ લોકો સવાર હતા અને આ પૈકી ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે બીજા ૨૪ જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સાથે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી.હોન્ડુરાસના રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ત્રોએ આ દુર્ઘટના બાદ દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સાથે સાથે કહ્યુ છે કે, સરકાર પીડિતોના અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવશે.

હોન્ડુરાસમાં બે મહિના પહેલા જ આ પ્રકારનો અકસ્માત સર્જાયો તો અને તેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બીજા ૨૦ ઘાયલ થયા હતા.આ અકસ્માતમાં પણ બસ ખાઈમાં ખાબકી હતી.

(7:15 pm IST)