Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ફતેપુરાના નીંદકાપૂર્વમાં સામુહિક આત્મહત્યા :માતાએ બે બાળકોએ સાથે કુવામાં ઝંપલાવ્યું

માતા સહિત બે બાળકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુખસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ફતેપુરાઃ તાલુકાના નીંદકાપૂર્વ ગામે સામુહિક આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક માતાએ બે બાળકોએ આત્મહત્યા કરી છે. ત્યારે ત્રણેય મોતને ભેટ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

 

 આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ત્યારે ઝાલોદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરવિભાગની ટીમે ત્રણેય માતા અને બે બાળકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. ત્યારે હાલ માતા સહિત બે બાળકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુખસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોતાની ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12 માં માળેથી ઝંપલાવી મોત વ્હાલું કર્યું. પોલીસ કર્મીના આપઘાતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સાથે જ મૃતક પોલીસકર્મી એ પરિવારજનો અને પોલીસ મિત્રોને કરેલા મેસેજ વાંચી સહુ કોઈની આંખ ભીની થઇ ગઇ છે. મેસેજમાં ગ્રેડ પેની વાત કરી અને આઈપીએસ અધિકારીઓના પૈસા ખાવાના લીધે પગાર ન વધતા હોવાની વાત પણ કરી છે.

(12:30 am IST)