Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

એક્ઝિટ પોલ બાદ હિમાચલ પ્રદેશમાં ભાજપની બાગી ઉમેદવારોનો સંપર્ક સાધવા ક્વાયત શરૂ

કેટલાક પોલ ભાજપની જીતની તો કેટલાક પોલ કોંગ્રેસના વિજયની આગાહી કરે છે

નવી દિલ્હી :હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બરે મતગણતરી થાય તે પહેલાં આવેલા એક્ઝિટ પોલમાં અલગ અલગ તારણો નિકળતાં ભાજપ સક્રિય થઈ ગયો છે. કેટલાક પોલ ભાજપની જીતની આગાહી કરે છે કેટલાક પોલ કોંગ્રેસની જીતની આગાહી કરે છે. તેના પગલે ભાજપે બળવાખોર નેતાઓનો સંપર્ક સાધવાની ક્વાયત શરૂ કરી દીધી છે.

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક સોમવારે દિલ્હીમાં શરૂ થઈ તેમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં જે.પી. નડ્ડા અને પીએમ મોદી પણ હાજર હતા. તેમની સૂચનાથી જ આ નિર્ણય લેવાયાનું મનાય છે.

આ બેઠકમાં હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખ સુરેશ કશ્યપ, ભાજપ પ્રભારી અવિનાશ રાય ખન્ના અને સહ-પ્રભારી સંજય ટંડન પણ હાજર હતા. ત્રણેયને શક્ય એટલા તમામ બળવાખોરો સાથે સંપર્ક કરીને જરૂર પડે તો તેમનો સાથ લેવાની તૈયારી કરવા કહેવાયું છે. આ ઉપરાતં જરૂર પડશે તો નડ્ડા પણ વાત કરશે. હિમાચલ પ્રદેશમાં રવિવારે ધર્મશાલામાં પાર્ટીના ઉમેદવારોની બેઠક યોજાઈ હતી. તેના આધારે સુરેશ કશ્યપે પાર્ટી હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો છે.

(12:12 am IST)