Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અધિકારીઓ સરકારને સહકાર નથી આપતા તેવો આરોપ સાચો નથી: દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના આરોપના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું :આગામી મુદત 10 જાન્યુઆરી, 2023ના રોજ

ન્યુદિલ્હી :કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અસહકારના આક્ષેપોને રદિયો આપ્યો હતો.

ડેપ્યુટી સીએમએ આરોપ લગાવ્યો કે અધિકારીઓ સરકાર પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે અને મંત્રીઓ સાથે મીટિંગ કરી રહ્યા નથી અને કોલ ઉપાડતા નથી.

જેના જવાબમાં ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લા આઈએએસ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે દિલ્હીના ડેપ્યુટી સીએમ દ્વારા આક્ષેપ કર્યા મુજબના કેટલાક પ્રસંગો સિવાય અધિકારીઓએ મીટિંગ્સ છોડી દીધી હોય તેવી કોઈ ઘટનાઓ નથી.

CJI DY ચંદ્રચુડ 10 જાન્યુઆરી, 2023ના રોજ મામલાની યાદી આપવા સંમત થયા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

(7:12 pm IST)