Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

UPSC સિવિલ સેવા મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર

મેન્સ પરીક્ષા 2022નું કટઓફ જલ્દી જાહેર કરાશે : યૂપીએસસીએ હજુ સુધી ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરી નથી

નવી દિલ્હી :  ઘ લોક સેવા આયોગ (UPSC) સિવિલ સેવા મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. UPSC મેન્સ પરીક્ષા 2022નું કટઓફ જલ્દી જાહેર કરવામાં આવશે. યૂપીએસસીએ હજુ સુધી ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરી નથી. જોકે શક્યતા છે કે યૂપીએસસી સિવિલ સેવાનો ઇન્ટરવ્યૂ આવતા વર્ષની શરૂઆતમાં જ યોજાશે.

જે ઉમેદવારોની પસંદગી યૂપીએસસી મેન્સ 2022માં થઇ છે તેમણે હવે ઇન્ટરવ્યૂના રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે. સંઘ લોક સેવા આયોગ કાર્યાલય, ધૌલપુર હાઉસ, શાહજહાં રોડ, નવી દિલ્હી- 110069માં યોજાશે.

યૂપીએસસીએ મુખ્ય પરીક્ષા 2022નું પરિણામ જાહેર કરવાની સાથે કહેવામાં આવ્યુ કે ઉમેદવારોની માર્કશીટ અંતિમ પરિણામ જાહેર થવાના 15 દિવસની અંદર અપલોડ કરવામાં આવશે

 

(6:59 pm IST)