Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

હું અમેરિકામાં પણ નથી એટલે મારી કસ્‍ટડીનો પ્રશ્ન જ ઉભો થતો નથીઃ પંજાબી ગાયક મૂસાવાલા હત્‍યા કેસમાં ગેંગસ્‍ટર ગોલ્‍ડી બ્રારનો ઓડિયો વાયરલ

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનના દાવાને ખોટો ગણાવ્‍યો

નવી દિલ્‍હીઃ હું અમેરિકામાં છું જ નહીં તો પછી મારી કસ્‍ટડીનો કોઇ પ્રશ્ન જ નથી તેમ ભગવંત માનના દાવા સામે ગેંગસ્‍ટર ગોલ્‍ડી બ્રારે જણાવ્‍યું છે.

પંજાબી ગાયક સિદ્ધુ મૂસાવાલા મર્ડર કેસમાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની ધરપકડને લઈને શંકા-કૂશંકાઓ પ્રવર્તવા લાગી છે. અસલમાં ગોલ્ડી બ્રારે પોતે એક ઓડિયો ઇન્ટરવ્યુ જાહેર કરીને દાવો કર્યો છે કે તેની ન તો ધરપકડ કરવામાં આવી છે અને ન તો તે અમેરિકન પોલીસની કસ્ટડીમાં છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દાવાના ત્રણ દિવસ બાદ ગેંગસ્ટરનો કથિત ઓડિયો સામે આવ્યો છે કે તેણે બરાડની ધરપકડ વિશે જણાવ્યું હતું. સીએમએ કહ્યું હતું કે બરાડની કેલિફોર્નિયામાં ધરપકડ કરવામાં આવી છે. તે ટૂંક સમયમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં હશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, તાજેતરના યુટ્યુબ ઈન્ટરવ્યુમાં બરાડ કથિત રીતે કહ્યું કે યુએસ પોલીસે તેની ધરપકડ કરી નથી. ગેંગસ્ટરે કથિત રીતે કહ્યું, “મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના દાવા ખોટા છે. હું અમેરિકામાં પણ નથી એટલે મારી કસ્ટડીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જો કે, અમે (ગુજરાત એક્સક્લૂઝિવ) આ ઓડિયો ઈન્ટરવ્યુમાં કરાયેલા દાવાઓની ચકાસણી કરતા નથી.

તાજેતરમાં જ પંજાબના સીએમ જ નહીં પરંતુ રાજ્યના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ કહ્યું હતું કે બરાડ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન સમાચાર એ પણ આવ્યા કે અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને બારડની કસ્ટડીના સંબંધમાં પંજાબ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે એફબીઆઈ અને પંજાબ પોલીસ વચ્ચે આ વાતચીત કેન્દ્રીય વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ થઈ હતી.

જો કે વિપક્ષ દ્વારા આ તમામ સમાચારો અને દાવાઓને ખોટા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે સીએમ માન દ્વારા કરવામાં આવેલા દાવાઓને રાજકીય લાભ માટે ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે. ગોલ્ડી બારડ વિરુદ્ધ અત્યાર સુધીમાં અનેક જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતના 50થી વધુ કેસ નોંધાયેલા છે.

(5:28 pm IST)