Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કોલંબિયાના ઉતર-પશ્ચિમ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ત્રણ સગીર સહીત 27 લોકોના મોત

બગોટાથી 230 કિમી દૂર રિસારાલ્ડા પ્રાંતમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન

કોલંબિયાના ઉતર-પશ્ચિમ વિસ્તારમાં  થયેલી ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 27 લોકોના મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ માહિતી આપી છે. દેશની રાજધાની બગોટાથી 230 કિમી દૂર રિસારાલ્ડા પ્રાંતમાં ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલન થઈ હતી

પેટ્રોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રિસારાલ્ડાના પુબ્લો રિકોમાં ભૂસ્ખલન થયું હતું અને તેમાં 27 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ સગીર વયના લોકોનું સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિએ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.  અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ કાલીથી કોન્ડોટ જઈ રહી હતી ત્યારે આ સમસ્યા સર્જાઈ હતી.  તેમણે કહ્યું કે લા નિનાને કારણે ઘણીવાર ભારે વરસાદ ખાબકી જાય છે. વર્ષ 2022માં ભારે વરસાદ સંબંધિત કિસ્સાઓમાં દેશમાં 216 લોકોના મોત નીપજ્યાં છે.

(12:15 am IST)