Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન રાખવા માટે કોઈ યોજના વિચારણા હેઠળ નથી : કેન્દ્ર સરકાર

સરકારે કહ્યું-- નૂર દર, વેટ અને સ્થાનિક વસૂલાત વગેરે જેવા વિવિધ પરિબળોને કારણે વિવિધ બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન રાખવા માટે તેમની પાસે કોઈ યોજના વિચારણા હેઠળ નથી. આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન રાખવાની યોજના બનાવી રહી છે, ત્યારે તેલીએ કહ્યું, “આવી કોઈ યોજના સરકારની વિચારણા હેઠળ નથી.” તેમણે કહ્યું કે નૂર દર, વેટ અને સ્થાનિક વસૂલાત વગેરે જેવા વિવિધ પરિબળોને કારણે વિવિધ બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે.

(12:30 am IST)