Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મહારાષ્ટ્રમાં RTPCR ટેસ્ટના ભાવમાં વધુ ઘટાડો: હવે 500ને બદલે 350 રૂપિયામાં મળી જશે કોરોના રિપોર્ટ

અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટના દરમાં પાંચથી છ વખત ઘટાડો કરાયો

નવી દિલ્હી :કોરોના ટેસ્ટ કરાવવો હવે સસ્તો થઈ ગયો છે. મહારાષ્ટ્ર ના આરોગ્ય વિભાગે RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. પહેલા ટેસ્ટ માટે 500 રૂપિયા લેવામાં આવતા હતા, હવે રિપોર્ટ 350 રૂપિયામાં મળશે. એટલે કે તમારે કોઈપણ ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ માટે આનાથી વધુ પૈસા ચૂકવવા પડશે નહીં. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી છે. એ જ રીતે N95 માસ્કના દર પણ નક્કી કરવામાં આવ્યા છે. તેના રેટ 14 રૂપિયાથી 49 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે સમયાંતરે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના દરને નિયંત્રિત કર્યા છે. અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટના દરમાં પાંચથી છ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આરટીપીસીઆર ટેસ્ટ જે અગાઉ 2400 રૂપિયામાં કરવામાં આવતો હતો, તેને ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવ્યા છે. હવે ઓમિક્રોનના ખતરાને  જોતા રાજ્ય સરકારે RTPCR ટેસ્ટના દરમાં વધુ ઘટાડો કર્યો છે.

હવે તેનો રિપોર્ટ માત્ર 350 રૂપિયામાં મળશે. રાજ્ય પ્રશાસન દ્વારા આ આદેશ સંબંધિત એક ઠરાવ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ કોઈપણ ખાનગી લેબ RTPCR ટેસ્ટ માટે વધુ પૈસાની માંગ કરી શકશે નહીં.

(12:23 am IST)