Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 128 કરોડને પાર પહોંચ્યો : 85 ટકાથી વધુ લોકોએ પ્રથમ ડોઝ લીધો

રસીકરણ અભિયાનના 325માં દિવસે આજે કોરોના રસીના 71 લાખ ડોઝ અપાયા

નવી દિલ્હી :દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ખતરો વધ્યો છે ત્યારે કોરોના સામે રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ દરમ્યાન આજે એટલે કે કોરોના રસીકરણ અભિયાનના 325માં દિવસે કોરોના રસીના 71 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે હવે કોરોના રસીકરણનો આંકડો 128 કરોડને પાર કરી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય  દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ સોમવારે કોરોના રસીના 71 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે કોરોના રસીકરણનું કુલ કવરેજ વધીને 128.66 કરોડ થઈ ગયું છે. માહિતી અનુસાર અત્યાર સુધી દેશની 85 ટકાથી વધુ વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

(11:57 pm IST)