Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગોવામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : પૂર્વ મુખ્યમંત્રી રવિ નાયક ભાજપમાં જોડાશે!

મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP) સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર નાઈક કોંગ્રેસમાં જોડાયા અને હવે બીજીવાર ભાજપમાં જોડાશે

ગોવામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈક  ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP) સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર નાઈક બાદમાં કોંગ્રેસમાં જોડાયા અને હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યાછે . રવિ નાઈક 25 જાન્યુઆરી 1991 થી 18 મે 1993 અને 2 એપ્રિલ 1994 થી 8 એપ્રિલ 1994 સુધી ગોવાના મુખ્યમંત્રી હતા.

આ બીજી વખત છે જ્યારે નાઈક ભાજપમાં જોડાશે. તેઓ અગાઉ ઓક્ટોબર 2000માં ભાજપમાં જોડાયા હતા, જ્યારે મનોહર પર્રિકરે અનેક પક્ષોના ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. નાઈક તેમની સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા. જો કે, 2002ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગોવામાં અન્ય મોટા નેતાઓ પણ છે જેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. થોડા મહિના પહેલા પૂર્વ મુખ્યમંત્રી લુઇઝિન્હો ફેલેરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગોવામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપનું કોંગ્રેસ આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે ગઠબંધન કરશે. મમતા બેનર્જીની પાર્ટી TMC પહેલીવાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે.

(11:42 pm IST)