Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વિદેશમાં સ્થાયી થયેલા વસાહતીની વતની ની પ્રોપર્ટી રેવન્યુ મિનિસ્ટરની સમંતિ વિના ખરીદી શકાય નહીં : જમ્મુ એન્ડ કાશ્મીર હાઇકોર્ટે અરજદારે ખરીદેલી પ્રોપર્ટી પરત લઈ લેવાનો ડેપ્યુટી કમિશ્નરનો આદેશ માન્ય રાખ્યો

જમ્મુ : વિદેશમાં સ્થાયી થયેલા બે વસાહતી પાસેથી તેમની વતનની પ્રોપર્ટી ખરીદ કરનાર અરજદાર પાસેથી આ પ્રોપર્ટી નો કબજો પરત લઈ લેવાના ડેપ્યુટી કમિશનરના આદેશને જમ્મુ કાશ્મીર એન્ડ લદાખ હાઇકોર્ટે માન્ય રાખ્યો છે.

હાઇકોર્ટ માં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયા મુજબ અરજદારે મિગ્રાન્ટ પાસેથી ૪ લાખ રૂપિયામાં ૧૯૯૮ની સાલમાં જમીન ખરીદી હતી. જેનો દસ્તાવેજ થયો નહોતો પરંતુ વેચનારે વેચાણ ખતમાં સહી કરી આપી હતી તથા ૪ લાખ રૂપિયાની પહોંચ પણ આપી હતી. તેમજ પોતાની પાસે આ જમીનનો કબજો ૧૯૯૮ ની સાલથી છે જે પરત લઈ શકાય નહીં

જેના અનુસંધાને નામદાર હાઇકોર્ટે ડેપ્યુટી કમિશનરે જમીન પરત લઈ લેવાના આદેશને માન્ય રાખ્યો હતો. જે મુજબ રેવન્યુ મિનિસ્ટરના સંમતિ વિના મીગ્રન્ટની જમીન ખરીદી શકાય નહીં તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(9:02 pm IST)