Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અધ્યાપકોએ દાયકામાં ૯૪ સ્ટાર્ટઅપની સ્થાપના કરી

આઈઆઈટી મદ્રાસના અધ્યાપકોની સિધ્ધિ : ગત એક દાયદામાં IIT મદ્રાસના અધ્યાપકોએ કુલ ૨૪૦ સ્ટાર્ટઅપની સ્થાપના, સલાહકાર તરીકે કામગીરી કરી

ચેન્નાઈ, તા. : આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) મદ્રાસના અધ્યાપકોએ છેલ્લાં એક દાયકામાં કુલ ૯૪ સ્ટાર્ટઅપની સ્થાપના કરી છે અને તમામનું વર્તમાન બજારમૂલ્ય ૧૪૦૦ કરોડ છે. ગત એક દાયદામાં આઇ.આઇ.ટી. મદ્રાસના અધ્યાપકોએ કુલ ૨૪૦ સ્ટાર્ટઅપની સ્થાપના, માર્ગદર્શન કે સલાહકાર તરીકે કામગીરી કરી છે.

જેમાંથી ૯૪ કંપનીઓ કે સ્ટાર્ટઅપ એવાં છએ કે અધ્યાપકો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપ હાયબ્રિડ એરિયલ વ્હીકલથી લઇ કચરાને ક્રૂડ ઓઇલમાં ફેરવવાના હેતુ સાથે શરૂ કરાયેલા છે.

આઇ.આઇ.ટી. મદ્રાસના ઇક્ન્યુબેશન સેલ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અને આંકડા પ્રમાણે સંસ્થાના વિવિધ વિભાગના કુલ ૭૭ પ્રોફેસર સ્ટાર્ટઅપની સ્થાપના કરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આંકડો સંસ્થાની કુલ અધ્યાપક ક્ષમતા ૬૦૦ના ૧૩ ટકા છે. ઉલ્લેખનીય છે કે આઇ.આઇ.ટી. મદ્રાસનો સમાવેશ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પૈકી થાય છે.

સ્ટાર્ટઅમાં હાઇબ્રિડ એરિયલ વ્હીકનો પણ સમાવેશ થાય છે. જેમાં એવા પ્લેન બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે વર્ટિકલ એટલે કે શિરોલંબ રીતે લેન્ડીંગ અને ટેકઓફ કરી શકે અને જેનો ઉપયોગ એર ટેક્સી તરીકે થઇ શકેઉપરાંત એક સ્ટાર્ટઅપ કચરાને ક્રૂડમાં ફેરવવાા હેતુ સાથે સંશોધન કરી રહ્યું છે.

સૌથી વધારે સ્ટાર્ટઅપની સંખ્યા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી છે. ત્યારબાદ મિકેનિકલ, સિવિલ એન્જિનિયરિંગ, એરોનોટિક્સ અને એપ્લાઇડ મિકેનિક્સનો સમાવેશ થાય છે.

 સંસ્થાના ઇક્ન્યુબેશન સેલના સી... તમસ્વતી ઘોષનું કહેવું છે કે સ્ટાર્ટઅપ મોટાભાગે ડીપ ટેકનોલોજી ક્ષેત્રમાં છેે. જેથી તેમાં ઊંડા સંશોધનની જરૂર પડે છે.

(7:57 pm IST)