Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કર્ણાટકની શાળામાં ૯૪ લોકોને કોરોના પોઝિટીવ

કોરોનાના નવા વેરિયન્ટના કેસનો આંકડો દેશમાં ૨૦ પાર : સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય

કર્ણાટક , તા. : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં ૨૦ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને ૯૪ કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી ચેઈનને તોડી શકાય.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ ૩૫ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૯૪ પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૦૦ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.

એક સામટા આટલા કેસ એક સ્કૂલમાંથી આવતા હવે વધુ ૪૧૮ લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા ૫૯ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ ૩૫ વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને ૧૩ લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે ૮૧ વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ,૩૦૬ કેસ નોંધાયા છે, જેની સામે ,૮૩૪ દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૯૮,૪૧૬ થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો ૫૫૨ દિવસના તળિયે પહોંચી ગયો છે.

(7:54 pm IST)