Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રેટગેન, મેટ્રો શૂઝ સહિત ૪ IPOઆ સપ્તાહમાં થશે લોન્ચ

નવીદિલ્હીઃ વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ૫૪ કંપીનીઓએ IPO દ્વારા ૧.૧૬ લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ડિસેમ્બરમાં ૩ IPO લોન્ચ થઈ ચૂક્યા છે અને રેટગેન ટેક્નોલોદી, મેટ્રો શૂઝ, મૈપમાઈઈન્ડિયા અને શ્રીરામ પ્રોપર્ટીઝના IPO આવશે. ડિસેમ્બરમાં કુલ ૧૬ કંપની ૨૨,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે. નેશનલ સ્ટોક એકસચેન્જ પણ આ વર્ષે IPO માટે અરજી કરશે.

આ દરમ્યાન ૧૦ કંપનીઓએ IPO દ્વારા ૩૬,૭૨૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા. જે ગત ૧૦ વર્ષમાં એક મહિનામાં IPO દ્વારા એકત્ર કરવામાં આવેલ સૌથી વધુ રાશિ છે. જેમાં પેટીએમએ માત્ર ૧૮,૩૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

(3:34 pm IST)